fbpx
રાષ્ટ્રીય

હવે QUADથી જ થશે ચીનનો ઇલાજ, અમેરિકા-ભારત વચ્ચે થઇ ચર્ચા

હવે QUADથી જ થશે ચીનનો ઇલાજ, અમેરિકા-ભારત વચ્ચે થઇ ચચા

લદ્દાખમાં ચીનની હરકતનો આકરો જવાબ આપવા ભારત તેને ડિપ્લોમેટસ, સામરિક અને આર્થિક મોરચા પર સતત ઘેરી  છે. ચીની એપ્સ પર પ્રતિબંધ બાદ ડ્રેગનને પાઠ ભણાવા માટે ભારત હવે ખૂલીને કૂટનીતિક મોરચા પર એક્ટિવ થઇ ચૂકયું છે. સાઉથ ચાઇના સીમાં ચીનની કારસ્તાનીનો જવાબ આપવા માટે અમેરિકા પહેલાં જ ત્યાં પોતાની જંગી બેડા મોકલી ચૂકયું છે જ્યારે ભારત પણ હિન્દ મહાસાગરમાં એલર્ટ થઇ ચૂકયું છે. સૂત્રોનું કહેવું છે કે દ ક્વાૅડ્રિલેટરલ સિક્્યોરિટી ડાયલોગ (ઊેંછડ્ઢ)દ્વારા નવી દિલ્હી હવે ડ્રેગનને બરાબર ઘેરવાની યોજના બનાવી  છે. આપને જણાવી દઇએ કે ભારત અને ચીનની વચ્ચે છેલ્લાં કેટલાંય મહિનાથી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર તણાવ ચાલુ છે.
ભારત અને ચીનમાં ચાલી રહેલા તણાવની વચ્ચે અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયો અને એસ.જયશંકરની વચ્ચે કાલ ફોન પર વાતચીત થઇ છે. બંને દેશોની વચ્ચે કોરોના મહામારીથી લઇ ક્વાડ ગ્રૂપને લઇ ચર્ચા થઇ. આપને જણાવી દઇએ કે લદ્દાખમાં ન્છઝ્ર પર ચીનની આક્રમકતા પર અમેરિકા ખૂલીને ભારતની સાથે આવી ચૂકયું છે અને તેનાથી સાઉથ ચાઇના સીમાં ચીનને ઘેરવાનું શરૂ કરી દીધું છે. નિષ્ણાતોનું કહેવું છે કે ક્વાૅડમાં સામેલ તમામ દેશ જાે સાથે આવી જાય તો ચીની ડ્રેગનને સરળતાથી કાબૂમાં કરી શકાય છે.
વિદેશ મંત્રી જયશંકરે  કે પોમ્પિયોની સાથે વાતચીતમાં કોરોના સંકટના પડકારો અને ભવિષ્ય કવાૅડ ગ્રૂપના ફોર્મેટને લઇ મંથન કર્યું. તેમણે કહ્ય્š કે ગઇકાલે રાત્રે અમેરિકન વિદેશ મંત્રીની સાથે દ્વિપક્ષીય સંબંધો પર સારી ચર્ચા થઇ. આ સિવાય ક્ષેત્રીય અને દક્ષિણ એશિયા, અફઘાનિસ્તાન તથા ભારત-પ્રશાંત ક્ષેત્ર સહિત કેટલાંય વૈશ્વિક મુદ્દા પર વાતચીત થઇ.
શું છે ક્વાૅડ જાણો
દ ક્વાૅડ્રિલેટરલ સિક્્યોરિટી ડાયલોગ (ઊેંછડ્ઢ)ની શરૂઆત ૨૦૦૭મા થઇ હતી. જાે કે તેની શરૂઆતનું વર્ષ ૨૦૦૪-૨૦૦૫ થઇ ગયું જ્યારે ભારતે દક્ષિણ પૂર્વ એશિયાના કેટલાંય દેશોમાં આવેલી સુનામી બાદ મદદનો હાથ લંબાવ્યો હતો. ક્વાડમાં ચાર દેશ અમેરિકા, ભારત, જાપાન, ઓસ્ટ્રેલિયા અને ભારત સામેલ છે. માર્ચમાં કોરોનાને લઇ પણ ક્વાૅડની મીટિંગ થઇ હતી. તેમાં પહેલી વખત ન્યૂઝીલેન્ડ, દક્ષિણ કોરિયા અને વિયેતનામ પણ સામેલ થયું હતું.

Follow Me:

Related Posts