fbpx
રાષ્ટ્રીય

રિયા ચક્રવર્તીએ સુશાંતની ખોટી ડિપ્રેશનની થિયરી ઉભી કરી

રિયા ચક્રવર્તીએ સુશાંતની ખોટી ડિપ્રેશનની થિયરી ઉભી કરી સુશાંતના કેસની તપાસ ચાલી રહી છે. આવામાં હવે એક નવી વાત સામે આવી છે. બિહાર સરકારે આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામુ દાખલ કરીને જવાબમાં જણાવ્યું છે કે રિયા ચક્રવર્તીએ સુશાંત સિંહ રાજપુતની ખોટી ડિપ્રેશનની થિયરી ઉભી કરી છે. બિહાર પોલીસનું કહેવું છે કે રિયા અને તેના સગાએ સુશાંત સિંહ રાજપૂતના પૈસા હડપવા માટે તેની માનસિક બીમારીનું નાટક ઉભું કર્યું છે. જણાવી દઈએ કે સુશાંતના પિતાએ રિયા ચક્રવર્તી સામે પટનામાં હ્લૈંઇ નોંધાવી હતી.
બિહાર સરકાર તરફથી દાખલ કરાયેલા જવાબમાં સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે સુશાંત ફિલ્મ ઈન્ડ્‌સ્ટ્રીને છોડવા માગતો હતો. તે ઈચ્છતો હતો કે જૈવિક ખેતી કરે. આ જ કારણે રિયાએ સુશાંતને બ્લેકમેલ કરવાનું શરુ કર્યું અને ધમકી આપી કે સુશાંત તેનો મેડિકલ રિપોર્ટ મીડિયા સામે લાવી દેશે અને તેને માનસિક રીતે બીમાર સાબિત કરી દેશે અને પછી તેને કામ નહીં મળે.
બિહાર સરકારે સોગંદનામુ રજૂ કરીને જણાવ્યું કે, ૮ જૂને રિયા પોતાની સાથે પૈસા, લેપટોપ, ક્રેડિટ કાર્ડ અને જ્વેલરી લઈને ચાલી ગઈ હતી. કેટલાક મહત્વપૂર્ણ કાગળ પણ સાથે લાવી હતી. મૃતક સુશાંતે પોતાની બહેન રિયાને જણાવ્યું હતું રિયાએ તેને ફસાવવાની ધમકી આપી છે. પોલીસ તપાસમાં પણ સામે આવ્યું છે કે ઔરસ મુખબિરે જણાવ્યું કે મૃતકને કોટક બેંક ખાતામાં ૧૭ કરોડ હતા. ૧૫ કરોડ એવી વ્યક્તિના ખાતામાં રુપિયા ટ્રાન્સફર થયા જેનું સુશાંત સાથે કનેક્શન નહોતું.

Follow Me:

Related Posts