fbpx
રાષ્ટ્રીય

૧૧ રાજ્યોના વિદ્યાર્થીઓની જેઇઇ મેઇન,નીટ પરીક્ષા મુલતવી રાખવા સુપ્રિમમાં ઘા

૧૧ રાજ્યોના વિદ્યાર્થીઓની જેઇઇ મેઇન,નીટ પરીક્ષા મુલતવી રાખવા સુપ્રિમમાં ઘાસમગ્ર દેશમાં કોરોનાના કારણે ઘણી પરીક્ષા રદ અને મુલતવી રાખવામાં આવી છે આવી સ્થિતિમાં ત્નઈઈ મેઈન અને નીટ ઉમેદવારો પણ પરીક્ષાને મુલતવી રાખવા માટે સતત માગ કરી રહ્યા છે. હવે ૧૧ રાજ્યોના વિદ્યાર્થીઓએ સુપ્રીમ કોર્ટમાં બંને પ્રવેશ પરીક્ષાઓને સ્થગિત કરવા માટે અરજી કરી છે. અરજીમાં વિદ્યાર્થીઓએ ૬ સપ્ટેમ્બરે યોજાનારી આ બંને પરીક્ષાઓને હાલ મુલતવી રાખવાની માગ કરી છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે, વર્તમાન પરિસ્થિતિ સામાન્ય થઈ જાય પછી જ પરીક્ષાઓ લેવી જાેઈએ.
એડવોકેટ અલખ આલોક શ્રીવાસ્તવ દ્વારા કરવામાં આવેલી અરજીમાં કોવિડ-૧૯ સંકટ બાદ સામાન્ય સ્થિતિ થયા પછી જ પરીક્ષા યોજવાની માગ કરવામાં આવી છે. તે સાથે પરીક્ષા કેન્દ્રો વધારવા માટે પણ ભલામણ કરવામાં આવી છે, જેનાથી દેશના દરેક જિલ્લામાં ઓછામાં ઓછું એક એક્ઝામ સેન્ટર બની શકે. તે ઉપરાંત અરજીમાં જેઇઇ મેઈન અને નીટ ઉમેદવારોને નવા અરજી ફોર્મ રજૂ કરવા અને પરીક્ષા કેન્દ્રોની પસંદગી કરવા માટે નવી તકો આપવાની પણ માગ કરવામાં આવી છે.

Follow Me:

Related Posts