fbpx
રાષ્ટ્રીય

શાકભાજીવાળા, દુકાનમાં કામ કરતા લોકોથી કોરોનાનો ખતરો વધારે  કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને પત્ર લખી આવા લોકોનું ટેસ્ટિંગ વધારવા કહ્યું 

શાકભાજીવાળા, દુકાનમાં કામ કરતા લોકોથી કોરોનાનો ખતરો વધારે  કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને પત્ર લખી આવા લોકોનું ટેસ્ટિંગ વધારવા કહ્યું  કેન્દ્ર સરકારને લાગે છે કે કરિયાણાની દુકાનો પર કામ કરનારા લોકો, રેકડી ચલાવતા અને છૂટક વેચાણ કરતા લોકોના કારણે કોરોના વાયરસનો ખતરો વધુ રહેલો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે તેમના દ્વારા મોટી સંખ્યામાં લોકોને કોરોનાનો ચેપ લાગવાનો ખતરો રહેલો છે. એવામાં રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોને સલાહ આપવામાં આપી છે કે આ લોકોનું ઝડપથી ટેસ્ટિંગ થવું જાેઈએ જેથી ખ્યાલ આવી શકે કે તેમને કોરોનાનો ચેપ લાગ્યો છે કે નહીં. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે આ રીતે મૃત્યુદર ઘટાડવામાં મદદ મળી શકે છે. રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોને લખેલા પત્રમાં સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે આ સલાહ આપી છે.
સ્વાસ્થ્ય મંત્રાલયએ પત્રમાં જણાવ્યું છે કે, “કામ માટે આવનારા લોકો, વધુ કેસવાળા વિસ્તારમાંથી આવતા હોઈ શકે છે. ઝુપડપટ્ટી, જેલ, વૃદ્ધાશ્રમોમાં પણ હોટસ્પોટ થઈ શકે છે. આ સિવાય કરિયાણાની દુકાનો, શાકભાજી અને અન્ય લારીવાળા પણ પોટેન્શિયલ સ્પ્રેડર હોઈ શકે છે. આવા વિસ્તારો અને લોકોનું ટેસ્ટિંગ  ગાઈડલાઈન્સ પ્રમાણે ઝડપથી થવું જાેઈએ.”
ભૂષણે પોતાના પત્રમાં  છે કે, ઓક્સિજન સુવિધા અને રિસ્પોન્સ મિકેનિઝમવાળી એમ્બ્યુલન્સ ટ્રાન્સપોર્ટ સિસ્ટમની પણ જરુર છે. તેમણે  કે ઘણાં રાજ્યોમાં એમ્બ્યુલન્સ મળવી મુશ્કેલ બની રહી છે. હવે નવા વિસ્તારોમાં કેસ સામે આવી રહ્યા છે, જેના પર ભૂષણે  કે જિલ્લામાં કેસોના સ્લસ્ટર કે મોટા આઉટબ્રેક્સ હોઈ શકે છે. તેમણે  કે આઉટબ્રેક્સને રોકવા પ્રાથમિકતા છે, ખાસ કરીને નવા લોકેશનમાં. તેમણે  કે સાથે જ કોઈ પર કિંમતે જીવ બચાવવા પર ધ્યાન કેન્દ્રીત રહેવું જાેઈએ.
રાજ્યોના અતિરિક્ત મુખ્ય સચિવો, પ્રમુખ સચિવો અને સચિવોને પત્ર મોકલવામાં આવ્યો છે જેમાં જણાવાયું છે કે, “અત્યાર સુધીમાં આપણે અન્ય દેશો કરતા ઘણી સારી રીતે કામ કર્યું છે, આપણું ટાર્ગેટ મૃત્યુ-દર ઓછો કરવાનો છે. આપણે એ સુનિશ્ચિત કરીએ કે તે ૧% કરતા વધારે ના હોય.” તેમણે  કે સફલ થવા માટે આક્રામક રીતે ટેસ્ટિંગ દ્વારા કેસોનું જલદી નિરાકરણ, દર્દીઓને આઈસોલેશન કે હેલ્થકેર ફેસિલિટીમાં એડમિશન અને ચોક્કસ ક્લિનિકલ મેનેજમેન્ટ સુનિશ્ચિત કરવું પડશે.
આ સાથે આ પત્રમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, ઈન્ફ્યુએન્ઝા જેવી બીમારીઓ અને સીવિયર એક્્યુટ રેસ્પિરેટરી ઈલનેસ (જીછઇૈં) સર્વેલન્સ પર પણ ભાર આપવામાં આવ્યો છે, કારણ કે તેમના લક્ષણો વધારે કોવિડ જેવા જ છે. તેમણે કહ્ય્šં કે, પોઝિટિવ કેસને શોધ્યા બાદ, તત્કાલિક કોન્ટેક્ટ ટ્રેસિંગ શરુ કરવું જાેઈએ. આ પ્રક્રિયા ૭૨ કલાકની અંદર ૮૦% પૂર્ણ થવી જાેઈએ અને તેમને કોરન્ટાઈન કરવા જાેઈએ. સામાન્ય રીતે એક વ્યક્તિના ૩૦ સંપર્ક હોય છે અને લક્ષણો સામે આવતા ૨ દિવસની અંતર ટ્રેકિંગ થઈ જવું જાેઈએ.

Follow Me:

Related Posts