fbpx
રાષ્ટ્રીય

ચીનનો સામનો કરવામાં ભારત સમર્થ, ડ્રેગન પણ આશ્ચર્યચકિતઃ યુરોપિયન થિંક ટેંક

ચીનનો સામનો કરવામાં ભારત સમર્થ, ડ્રેગન પણ આશ્ચર્યચકિતઃ યુરોપિયન થિંક ટેંક

ગલવાન ખીણમાં ૧૫ જૂને થયેલી હિંસક અથડામણ બાદ, ભારતે ભવિષ્યમાં કોઇ સરહદ વિવાદ દરમિયાન ચીન સામે એકલા ઉભા રહેવાનો વિશ્વાસ દર્શાવ્યો છે. અમેરિકાએ ભલે બિજિંગ સામે ‘ક્વાડ એલાયન્સ’ બનાવવાની ઓફર કરી હોવા છતાં, ભારતના એકલા લડી લેવાની તાકાતથી ડ્રેગન પણ આશ્ચર્યચકિત છે. એક યુરોપિયન થિંક ટેન્કે આ વાત કહ્ય્ છે.
પૂર્વી લદ્દાખમાં થયેલી અથડામણ બાદથી ભારત અને ચીન વચ્ચે અનેક મંત્રણા થઈ ચુકી છે. તેના કેટલાક સારા પરિણામો પણ આવ્યા છે અને બંને દેશોની સેનાએ કેટલાક વિવાદિત સ્થળોથી પીછેહઠ કરી છે, પરંતુ ચીનની સૈનિકો દેપસાંગ, ગોરા, ફિંગર વિસ્તારોમાં હજુ પણ છે.
યુરોપિયન ફાઉન્ડેશન ફોર સાઉથ એશિયન સ્ટડીઝએ એક સમીક્ષામાં જણાવ્યું હતું કે, પેંગોંગ ત્સોમાં ડિસઇઁગેઝમેન્ટની પ્રારંભિક પ્રક્રિયામાં ચાઇનિંઝ ફિંગર ૨ થી ફિંગર ૫ વિસ્તારોમાંથી પાછા ફર્યા, પરંતુ રિજ લાઇન પર જમાવટ યથાવત્‌ રહી.
ભારત ભારપૂર્વક જણાવી  છે કે ચીની સૈનિકો ફિંગર ૫ થી ફિંગર ૮ સુધી હટે . જ્યાં સુધી ચીની સૈન્ય સંપૂર્ણ રીતે પાછું નહીં ખેંચાય ત્યાં સુધી ભારતે આગળનાં વિસ્તારોમાંથી પાછા ખેંચવાનો વિચાર કરવાનો ઇનકાર કરી દીધો છે.”
થિંક ટેન્કે  કે, “૨૦૧૭ માં ડોકલામની જેમ ડ્રેગનની આક્રમકતા સામે ભારતીય રાજનૈતિક અને લશ્કરી નેતૃત્વ દ્વારા બતાવવામાં આવેલ દ્રઢતા અને સંકલ્પથી ચીનને આશ્ચર્ય થયું છે.”
ઇએફએસએએસએ જણાવ્યું છે કે જ્યાં સુધી સૈન્ય અને રાજદ્વારી સ્તરે વાટાઘાટો દ્વારા સર્વસંમતિ થાય નહીં ત્યાં સુધી સંઘર્ષ લાંબો ચાલશે. બીજા શબ્દોમાં કહીએ તો, અત્યંત મુશ્કેલ વાતાવરણ હોવા છતાં, બંને દેશો શિયાળામાં પણ ટકી રહેવા માટે તૈયાર છે.
ઇએફએસએએસએ  કે સિયાચીન ગ્લેશિયરની જેમ ભારતે પણ અહીં મોટી સંખ્યામાં સૈન્ય ચીજવસ્તુઓ અને રશદ ભેગા કર્યા છે. ભારતની તૈયારીઓ બતાવે છે કે સરહદ પર કોઈપણ ગંભીર મુકાબલોનો સામનો કરવા માટે ભારત એટલું મજબૂત છે.

Follow Me:

Related Posts