fbpx
રાષ્ટ્રીય

સુન્ની વકફ બોર્ડ જનસુવિધાઓના નિર્માણના શિલાન્યાસ માટે યોગીને આમંત્રિત કરશે

સુન્ની વકફ બોર્ડ જનસુવિધાઓના નિર્માણના શિલાન્યાસ માટે યોગીને આમંત્રિત કરશે ઉત્તર પ્રદેશ સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ દ્વારા અયોધ્યામાં મસ્જિદ તથા અન્ય નિર્માણ માટે ગઠિત ટ્રસ્ટ સુપ્રીમ કોર્ટના આદેશ પર વક્ફ બોર્ડને મળેલી જમીન પર બનનારી જન સુવિધાઓનો શિલાન્યાસ માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને આમંત્રિત કરશે.
ઇન્ડો ઇસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશન ટ્રસ્ટના સચિવ અને પ્રવક્તા અતહર હુસૈને શનિવારે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર અયોધ્યા જિલ્લાના ધન્નીપુર ગામમાં વક્ફ બોર્ડને મળેલી પાંચ એકર જમીન પર હોસ્પિટલ, લાઇબ્રેરી, સામુદાયિક રસોઈઘર અને રિસર્ચ સેન્ટર બનાવવામાં આવશે. આ બધી વસ્તુઓ જનતાની સુવિધા માટે રહેશે અને જનતાને સુવિધા આપવાનું કામ મુખ્યમંત્રીનું હોય છે. આથી શિલાન્યાસ માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને આમંત્રિત કરવામાં આવશે.
તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે મુખ્યમંત્રી આ કાર્યક્રમમાં ફક્ત હાજર જ નહીં રહે પણ આ જન સુવિધાઓના નિર્માણ માટે સહયોગ પણ કરશે. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બુધવારે એક ખાનગી ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં અયોધ્યામાં મસ્જિદના શિલાન્યાસ કાર્યક્રમમાં ભાગ લેવા જવાની સંભાવના પર  હતું કે ના તો તેમને બોલવવામાં આવશે અને ના તે જશે. તેમણે  હતું કે જાે તમે એક મુખ્યમંત્રીને આ સવાલ પુછી રહ્યા છો તો મને કોઈ ધર્મ, માન્યતા કે સમુદાયથી દ્રેષ નથી પણ તમે મને એક યોગીના રૂપમાં પુછી રહ્યા છો હું ક્્યારેય નહીં જાઉ. કારણ કે એક હિન્દુના રૂપમાં મને પોતાના ઉપાસના વિધિનું પાલન કરવાનો અધિકાર છે.

Follow Me:

Related Posts