fbpx
રાષ્ટ્રીય

કોરોના મહામારી વચ્ચે દેશની તીજાેરી છલકાઈ, ૨ અબજ ડોલરનું થયું વિદેશી રોકાણ

કોરોના મહામારી વચ્ચે દેશની તીજાેરી છલકાઈ, ૨ અબજ ડોલરનું થયું વિદેશી રોકાણ

આગામી બે વર્ષમાં વ્યાપાર સરળતા રેન્કિંગમાં ટોચના-૩નું લક્ષ્યાંક

નીતિ આયોગ સીઈઓ અમિતાભ કાંતે શનિવારે  કે કોવિડ-૧૯ આઉટબ્રેકના કારમે અર્થવ્યવસ્થામાં સુસ્તી આવી છે. પરંતુ ભારત વિદેશી રોકાણને આકર્ષિત કરવામાં સફળ  છે. વર્તમાન સ્થિતિમાં ભારતમાં રેકોર્ડ ૨૨ અરબ ડોલરનું વિદેશી રોકાણ આવ્યું છે. અમિતાભ કાંતે કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયાન ઈંડસ્ટ્રીના ઈન્ડિયા-૭૫ના એક વર્ચુઅલ ઈવેન્ટમાં આ વાત કહી હતી. આ દરમયાન ભારતમાં એફડીઆઈ સિસ્ટમની સરાહના કરી અને સમગ્ર વિશ્વમાં સૌથી ઉદાર એફડીઆઈ વ્યવસ્થામાંથી એક છે. કાંતે  કે, અમારી એફડીઆઈ વ્યવસ્થા દુનિયામાં સૌથી ઉદાર છે. સતત મોટા સ્તર ઉપર વિદેશી રોકાણને આકર્ષિત કર્યું છે. મહામારી દરમયાન પણ ભારતમાં ૨૨ અરબ ડોલરનું વિદેશી રોકાણ આવ્યું છે. તેમાં અંદાજે ૯૮ ટકા ઓટેમેટીક રૂટથી આવ્યું છે.
ઈવેન્ટમાં વાત કરતા તેણે એ વાત ઉપર ભાર મુક્્યો કે, ભારતમાં તેને લઈને કેટલું ખુલ્લું મેદાન છે. વ્યાપારમાં સરળતા છે. વિશ્વ વ્યાપાર સરળતા રેંકીંગમાં ભારતે અંદાજે ૭૯ પોઈન્ટનો કુદકો માર્યો છે. અમારી આશા છે કે, આ વર્ષમાં આપણે ટોપ ૫૦માં જગ્યાં બનાવવામાં કામીયાબ થઈશું અને આવનારા બે વર્ષમાં આપણે ટોપ ૩માં હશું.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ડિઝીટલ ઈકાઈ જિયો પ્લેટફોર્મે એપ્રીલ બાદ આશે ૧.૫ લાખ કરોડ રૂપિયા એકત્ર કર્યાં છે. જિયો પ્લેટફોર્મે કેટલીક વૈશ્વિક કંપનિઓને ૩૨.૯૪ ટકા ભાગીદારી વેંચી છે. સોશયલ મિડીયા કંપની ફેસબુકે ૯.૯૯ ટકા સ્ટોક માટે ૪૩,૫૭૪ કરોડ રૂપિયાનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. આ સિવાય સર્ચ એન્જીન કંપની ગુગલે પણ ૭.૭ ટકા સ્ટોક માટે ૩૩,૭૩૭ કરોડ રૂપિયાનું રોકાણ કરવાની જાહેરાત કરી છે.

Follow Me:

Related Posts