fbpx
રાષ્ટ્રીય

વૃંદાવનના ઇસ્કોન મંદિરમાં પૂજારી સહિત ૨૨ લોકો કોરોના પોઝિટિવ

વૃંદાવનના ઇસ્કોન મંદિરમાં પૂજારી સહિત ૨૨ લોકો કોરોના પોઝિટિવ

ઉત્તર પ્રદેશમાં કોરોના સંક્રમણનો ખતરો વધી રહ્યો છે. હવે વૃંદાવનના ઈસ્કોન મંદિરમાં પૂજારી સહિત ૨૨ લોકો કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા છે. ત્યારબાદ વૃંદાવનના ઈસ્કોન મંદિરને સીલ કરી દેવામાં આવ્યુ છે. લોકોની અવરજવર પર પણ રોક લગાવી દેવામાં આવી છે. માહિતી મુજબ સોમવારે આરોગ્ય વિભાગની ટીમ અહીં પહોંચીને આવાસીય પરિસરમાં રહેતા ૧૬૫ લોકોના સેમ્પલ લીધા હતા. લોકોમાં મોટાભાગના વિદેશી ભક્તો હતા.
આમાંથી ૧૪ લોકોનો રિપોર્ટ કોરોના પાૅઝિટીવ આવ્યો હતો. નગર નિગમ વૃંદાવન ક્ષેત્રના સ્વચ્છતા નિરીક્ષક સુભાષ સિંહે જણાવ્યુ કે બે દિવસ પહેલા કોરોના પાૅઝિટીવ મળવાની સૂચના પર સંબંધિત આવાસીય પરિસરને સેનિટાઈઝ કરવામાં આવ્યુ હતુ. સાથે જ કોરોના સંક્રમિત વ્યક્તિ સાથે જાેડાયેલા બ્લાૅકને સીલ કરી દેવામાં આવ્યુ. વળી, પ્રયાગરાજમાં કોરોનાન ૨૩૬ નવા પાૅઝિટીવ દર્દી મળ્યા. સાથે જ કોરોનાના કારણે વધુ ત્રણ સંક્રમિતોના જીવ જતા રહ્યા. તપાસ બાદ રિપોર્ટ નેગેટીવ આવવા પર ૧૦૧ દર્દીઓને હોસ્પટલમાંથી રજા આપી દેવામાં આવી. જિલ્લામાં રોજ મોટી સંખ્યામાં દર્દી સામે આવી રહ્યા છે. સાથે જ સંક્રમિત દર્દીઓનો મૃત્યુઆંક પણ વધી રહ્યો છે.

Follow Me:

Related Posts