fbpx
રાષ્ટ્રીય

પ્રખ્યાત શાયર રાહત ઇન્દોરીનું હ્રદયરોગના હુમલાથી નિધન

પ્રખ્યાત શાયર રાહત ઇન્દોરીનું હ્રદયરોગના હુમલાથી નિધન પ્રખ્યાત શાયર અને ગીતકાર રાહત ઇન્દોરીનું નિધન થયું છે. તેમની ઉંમર ૭૦ વર્ષ હતી. રાહત ઇન્દોરીનું હ્રદયરોગથી નિધન થયું છે. ઉલ્લેખનીય છે કે તેઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા. તેમણે આ વિશે ટ્‌વીટ કરીને માહિતી આપી હતી.
પ્રખ્યાત શાયર રાહત ઇન્દોરી કોરોના વાયરસ પોઝિટિવ જાેવા મળ્યા હતા. મધ્યપ્રદેશના ઇન્દોરમાં તેમને મોડી રાત્રે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. રાહત ઇન્દોરીના દીકરા સતલજ એ આ વાતની માહિતી આપી, ત્યારબાદ ખુદ રાહત ઇન્દોરીએ આ અંગે ટ્‌વીટ કરી હતી.

Follow Me:

Related Posts