fbpx
રાષ્ટ્રીય

બિહારમાં એનડીએના સાથી પક્ષોમાં ડખ્ખાંઃ જેડીયૂ-એલજેપીમાં આંતરિક ડખ્ખા

બિહારમાં એનડીએના સાથી પક્ષોમાં ડખ્ખાંઃ જેડીયૂ-એલજેપીમાં આંતરિક ડખ્ખા ચિરાગ પાસવાન વધુ બેઠકો પર ચૂંટણી લડવા મક્કમ, જેડીયુ અડગ બિહારમાં સત્તાપક્ષ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ)ના ગઠબંધન ધરાવતા દળોમાં બધું બરોબર હોય તેવું નથી લાગી ર. બે સાથી પક્ષ જનતા દળ યુનાઈટેડ (જેડીયુ) અને લોક જનશક્તિ પાર્ટી (એલજેપી) વચ્ચે નિવેદનબાજી પૂરજાેશમાં થઈ રહી છે. એલજેપીના નેતા તેમજ કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને તો આરજેડીના નેતા લાલુ પ્રસાદ યાદવની સાથે નીતીશ કુમારને વિતેલા જમાનાના નેતા ગણાવતા પુત્ર ચિરાગ પાસવાનને ભવિષ્યના નેતા ગણાવ્યા હતા. તેઓ એમ પણ કહી રહ્યા છે કે ચિરાગમાં ભાવિ મુખ્યમંત્રી બનવાના ગુણ છે. ભારતીય જનતા પાર્ટી હાલ આ મામલે મૌન સેવી રહી છે. જાે કે આ આંતરિક ડખા પાછળનું કારણ શું છે અને ચિરાગ પાસવાન શું ઈચ્છે છે તે સમય જતા જ જાણી શકાશે.

બિહાર વિધાનસભા ચૂંટણી આ વર્ષના અંતમાં યોજાશે. પ્રવર્તમાન કોરોનાની પરિસ્થિતિમાં એલજેપી ચૂંટણી યોજવાના પક્ષમાં નથી. ચિરાગ એનડીએના કોમન મિનિમમ પ્રોગ્રામના પક્ષમાં છે. તે બિહાર એનડીએમાં નીતીશ કુમારથી અલગ ‘બિહાર ફર્સ્ટ બિહારી ફર્સ્ટ’ના સૂત્રો સાથે પોતાની અલગ ઓળખ ઉભી કરવા પ્રયાસ કરી રહ્યા છે છે. વિધાનસભા ચૂંટણીમાં જેડીયુ સાથે બેઠક ફાળવણીને લઈને ચિરાગ સૌથી વધુ નારાજ છે. અન્ય તમામ બાબતો આ મૂળ વિવાદની આસપાસ ઘૂમરાઈ રહી છે.
સૂત્રોના મતે એલજેપી બેઠકોની વહેલી ફાળવણી થાય તેમ ઈચ્છે છે. ચૂંટણી પંચના મૂડને જાેતા તે સમય સર ચૂંટણી યોજે તેવી શક્્યતા છે. એલજેપી આ વખતે વધુ બેઠકો ઉપર ચૂંટણી લડવા ઈચ્છે છે. ચિરાગના મતે ભાજપના પૂર્વ અધ્યક્ષ અમિત શાહે તેમને વિધાનસભા ચૂંટણીમાં ૪૨ બેઠકો આપવાનો વિશ્વાસ આપ્યો છે. બીજીતરફ જેડીયુના રાષ્ટ્રીય મહાસચિવ કેસી ત્યાગીનું કહેવું છે કે તેમનું ગઠબંધન ભાજપ સાથે છે, એલજેપી સાથે નહીં. ૨૦૧૦ની વિધાનસભા ચૂંટણીમાં જેડીયુએ ૧૪૨ જ્યારે ભાજપે ૧૦૧ બેઠકો પર ચૂંટણી લડી હતી. સૂત્રોના મતે આ વખતે જેડીયુ ૧૨૩થી ૧૩૦ બેઠકો પરથી લડવા ઈચ્છે છે. તે બાકીની બેઠકો ભાજપને આપવા માંગે છે. ભાજપે પોતાની બેઠકોમાંથી એલજેપીને ગમે તેટલી બેઠકો ફાળવે. ચિરાગ પાસવાન આ બાબતથી નારાજ થઈને નીતીશ કુમાર પર સતત પ્રહારો કરી રહ્યા છે. અગાઉ તેમણે તમામ ૨૪૩ બેઠકો ઉપરથી ચૂંટણી લડવાની પણ જાહેરાત કરીહતી.

 

 

Follow Me:

Related Posts