fbpx
રાષ્ટ્રીય

સુશાંત કેસઃ ભાજપ-શિવસેના સામસામે, રાજનીતિથી પરિવાર દુઃખી

એક્ટર સુશાંતસિંહ રાજપૂત કેસમાં ઈડી તપાસની માંગ વધુ થઈ રહી છે. સુશાંતસિંહની બહેને સીબીઆઈની તપાસ માટે એક અભિયાન શરૂ કર્યું છે. તો તેની સાથે સાથે રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે. આ કેસને લઈને ભારતીય જનતા પાર્ટી અને શિવસેના સામ સામે છે. એક બીજા ઉપર રાજનૈતિક તીર ચલવવામાં આવી રહ્યા છે. શિવસેના નેતા સંજય રાઉતના નિવેદનની ભાજપ નેતા શહનવાજ હુસૈને ટીકા કરતા કહ્ય્šં છે કે સંજય રાઉતજી, થોડુ મોડુ કરી દીધું છે હુજુર ન્યાય આપતા આપતા. હવે તમે કહો છો કે સુશાંતસિંહ રાજપૂતનો પરિવાર શાંત રહે, તો ન્યાય મળશે. હવે તમે શાંત રહો, સીબીઆઈ ન્યાય કરશે. સુશાંત કેસમાં સીબીઆઈ તપાસને લઈને વિવાદ થઈ રહ્યો છે. સુશાંતના પરિવારવાળા ઈચ્છે છે કે આ તપાસ થવી જાેઈએ. સુશાંતની બહેન શ્વેતાએ એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં ભાવુક થઈને અપીલ કરી છે કે ન્યાય માટે આ કરવું જરૂરી છે. અમેરિકામાં રહેનારી શ્વેતાને ભાઈના ન હોવાથી એકલતાનું દુઃખ સહન નથી થઈ રહ્ય્šં. તે સીબીઆઈ તપાસની માંગ કરી રહી છે. સુશાંતસિંહ રાજપૂતની બહેન શ્વેતાએ ૪૩ સેકેંડના આ વીડિયોને શેર કર્યો છે. દિલ બેસી રહ્ય્šં છે. ન્યાયની લડત લાંબી થઈ રહી છે. ખુબ જ બેકાબુ થઈને શ્વેતા કહે છે કે આ કેસમાં નિષ્પક્ષ તપાસ થવી જાેઈએ અને સત્ય સામે આવવું જાેઈએ. જેના માટે બે હાથ જાેડીને વિનંતી કરું છું. સુશાંતની બહેનની પોસ્ટ ઉપર અંકિતા લોખંડેએ પણ કોમેન્ટ કરી છે. તેણે કહ્ય્šં કે આપણે સત્યને જાણીને જ રહીશું અને ચોક્કસથી ન્યાય મળશે. સુશાંતસિંહ રાજપૂતની હત્યાને ૨ મહિના થવા આવ્યા છે. પરંતુ હજુસુધી આ કેસમાં કોઈ ગાઠ નથી છુટી રહી. આ રાજનીતિ મોટા પ્રમાણમાં થઈ રહી છે. જેના પગલે પરિવાર દુઃખી છે, મુશ્કેલીમાં છે. આમ તો બિહાર સરકાર અને કેન્દ્ર સરકારની તરફથી પહેલા જ સીબીઆઈ તપાસને મંજૂરી આપી દેવામાં આવી છે. પરંતુ મહારાષ્ટ્ર સરકાર સીબીઆઈ તપાસ નથી ઈચ્છતી. આ કેસ હાલમાં સુપ્રીમ કોર્ટના દરવાજા પર છે. દરેકને સુપ્રીમ કોર્ટના ર્નિણયની રાહ છે.

Follow Me:

Related Posts