fbpx
રાષ્ટ્રીય

કોર્ટની અવમાનના મામલે પ્રશાંત ભૂષણ દોષિ જાહેરઃ ૨૦ ઓગસ્ટે સજા પર સુનાવણી

કોર્ટની અવમાનના મામલે પ્રશાંત ભૂષણ દોષિ જાહેરઃ ૨૦ ઓગસ્ટે સજા પર સુનાવણી સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણને સુપ્રીમ કોર્ટે અવમાનના દોષિત માન્યા છે. હવે તેમની સજા પર ૨૦મી ઑગસ્ટના રોજ ચર્ચા થશે. સુપ્રીમ કોર્ટે ન્યાયપાલિકાના પ્રત્યે કથિત રીતે બે અપમાનજનક ટ્‌વીટ કરવાના કેસમાં અધિવક્તા પ્રશાંત ભૂષણની વિરૂદ્ધ સ્વતઃ શરૂ કરાયેલ અવમાનની કાર્યવાહીમાં ભૂષણને અવમાનના દોષિત ગણ્યા છે. ન્યાયમૂર્તિ અરૂણ મિશ્રા, ન્યાયમૂર્તિ બી.આર.ગવઇ અને ન્યાયમૂર્તિ કૃષ્ણ મુરારીની બેન્ચે આ કેસમાં ભૂષણને દોષિત માન્યા.
સુપ્રીમ કોર્ટે પાંચ ઑગસ્ટના રોજ આ કેસમાં સુનવણી પૂરી કરતાં  હતું કે તેના પર ચુકાદો બાદમાં સંભળાવાશે. આની પહેલાં અધિવક્તા પ્રશાંત ભૂષણે એ બે ટ્‌વીટનો બચાવ કર્યો હતો જેમાં તેમણે કોર્ટની અવમાનના કરી છે. તેમણે  હતું કે એ ટ્‌વીટ ન્યાયાધીશોની વિરૂદ્ધ તેમના વ્યક્તિગત સ્તર પર આચરણને લઇ હતી અને તે ન્યાય પ્રશાસનમાં અડચણ ઉત્પન્ન કરતી નહોતી.
ઉલ્લેખનીય છે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એસએ બોબડે અને ચાર પૂર્વ સીજેઆઇને લઇ પ્રશાંત ભૂષણની તરફથી કરાયેલ બે અલગ-અલગ ટ્‌વીટસ પર સ્વતઃ સંજ્ઞાન લેતા સુપ્રીમ કોર્ટે તેમના વિરૂદ્ધ અવમાનનાની કાર્યવાહી શરૂ કરી હતી. સુપ્રીમ કોર્ટે પ્રશાંત ભૂષણને નોટિસ મોકલી હતી.
નોટિસના જવાબમાં વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે  હતું કે સીજેઆઇની આલોચના સુપ્રીમ કોર્ટની ગરિમાને ઓછી કરતું નથી. બાઇક પર સવાર સીજેઆઇ અંગે ટ્‌વીટ કોર્ટમાં સામાન્ય સુનવણી ના થવાને લઇ તેમની પીડાને દર્શાવે છે. આ સિવાય ચાર પૂર્વ સીજેઆઇને લઇ ટ્‌વીટની પાછળ મારો વિચાર છે જે ભલે અપ્રિય લાગે પરંતુ અવમાનના નથી.

Follow Me:

Related Posts