આરએસએસમાં રહીને પણ નહેરૂવાદી હતા અટલ બિહારી વાજપેયીઃ દિગ્વિજય સિંહ
ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અને દિવંગત ભાજપના નેતા અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિના એક દિવસ બાદ કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે તેમને શ્રદ્ધાંજલિ આપી છે અને કથિત રીતે ભાજપના નેતાઓ પર નિશાન તાક્્યું છે.
દિગ્વિજય સિંહે સોમવારે ટ્વીટ કરીને લખ્યું કે, અટલજી લોકશાહીમાં વિશ્વાસ કરતા હતા. સંઘ (આરએસએસ)માં રહીને પણ નહેરૂવાદી હતી. તેમણે અન્ય એક ટ્વીટ કર્યું હતું કે, મોદી-શાહજી તમારી વિચાર કયાં અને અટલજીના વિચાર કયાં. એકદમ વિરુદ્ધ છે. તેઓ લોકશાહીના પૂજારી હતી અને તમે દેશને એકતંત્રની તરફ લઈ જઈ રહ્યા છો.
ટ્વીટની સાથે તેમણે અટલ બિહારી વાજપેયીનો એક જૂનો વીડિયો શેર કર્યો છે. જેમાં તેઓ જણાવી રહ્યા છે કે, દેશની સ્થાયી સરકાર પણ જાેઈએ અને દેશની જવાબ આપે એવી સરકાર પણ જાેઈએ. જાે કોઈ સરકાર સ્થાયી છે પરંતુ ભ્રષ્ટ છે. જાે સાંસદોની ખરીદીને બહુમતી બનાવે છે કે પછી અન્ય લાલચ આપીને સમર્થન પ્રાપ્ત કરે છે તો તે સ્થાયીત્વ નહીં ગણાય….લોકશાહી ચાલશે તો કોઈ નૈતિક આધાર પર ચાલશે.
Recent Comments