fbpx
રાષ્ટ્રીય

મધ્યપ્રદેશની શિવરાજ સરકારનો મહત્વપૂર્ણ ર્નિણય માત્ર મધ્યપ્રદેશના યુવાનોને સરકારી નોકરી મળે તેવો કાયદો લાવીશુઃ મુખ્યમંત્રી

મધ્યપ્રદેશ સરકારની તમામ નોકરીઓ હવે મધ્યપ્રદેશના જ રહેવાસી લોકો માટે જ આરક્ષિત રહેશે. આ જાહેરાત મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણએ કરી છે. તેઓએ જણાવ્યું કે, “એ માટે જરૂરી કાયદાકીય ફેરફાર ટૂંક સમયમાં જ રજૂ કરવામાં આવશે.
ઝ્રસ્ શિવરાજસિંહ ચૌહાણએ  કે, “મારા પ્રિય દેશવાસીઓ, આપણાં દીકરાં-દીકરીઓને ધ્યાનમાં રાખી અમે એક મહત્વનો ર્નિણય કર્યો છે કે મધ્યપ્રદેશમાં સરકારી નોકરીઓ હવે માત્ર મધ્યપ્રદેશનાં દીકરાં-દીકરીઓને જ અપાશે. એટલાં માટે ફરજિયાત કાયદાકીય જાેગવાઇ લાવવામાં આવી રહી છે. પ્રદેશનાં સંસાધનો પર પ્રદેશનાં બાળકોનો જ અધિકાર છે.”
નોંધનીય છે કે રાજ્યની ૨૭ વિધાનસભા સીટો પર પેટાચૂંટણી યોજાવાની છે. વિધાનસભા પેટાચૂંટણી પહેલાં સીએમ શિવરાજ સિંહ ચૌહાણ અનેક પ્રજાવાદી જાહેરાત કરી ચૂકેલ છે. આ પહેલાં પણ સીએમ શિવરાજ સિંહએ જાહેરાત કરી હતી કે, “આદિવાસીઓને શાહુકારોનાં જાળમાંથી બચાવવા માટે અમે નવો કાયદો લાવી રહ્યાં છીએ.
તમને જણાવી દઇએ કે આ પહેલાં કમલનાથ સરકારે ઉદ્યોગોમાં ૭૦ ટકા રોજગાર સ્થાનીય રહેવાસીઓને જ આપવાનો ર્નિણય કર્યો હતો.” કમલનાથ સરકારનાં ર્નિણય અનુસાર, રાજ્યમાં રહેલા ઉદ્યોગોમાં ૭૦ ટકા સ્થાનીય એટલે કે મધ્યપ્રદેશનાં મૂળ રહેવાસી હોવું ફરજિયાત કરી દેવાયું હતું. આ અંતર્ગત સરકારી યોજનાઓ, ટેક્સમાં છૂટનો લાભ ઉદ્યોગપતિ ત્યારે જ ઉઠાવી શકશે કે જ્યારે તેઓ ૭૦ ટકા રોજગાર મધ્યપ્રદેશનાં લોકોને આપશે.
શિવરાજ સિંહએ મંગળવારનાં રોજ વીડિયો કોન્ફરન્સિંગને આધારે મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં તેઓએ ૧૫ ઓગસ્ટ ૨૦૨૦નાં પોતાના સંબોધનમાં કરવામાં આવેલી જાહેરાતોના

Follow Me:

Related Posts