fbpx
રાષ્ટ્રીય

સત્યપાલ મલિકને મેઘાલયના રાજ્યપાલ બનાવાયા

કેન્દ્ર સરકારે ગોવાના રાજ્યપાલ સત્યપાલ મલિકની ટ્રાન્સફર કરી દીધી છે અને હવે તેમની નિમણૂંક મેઘાલયના રાજ્યપાલ તરીકે કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ ભવના દ્વારા જાહેર કરાયેલા નિવેદન મુજબ, ગોવાના રાજ્યપાલ સત્યપાલ મલિકને જ્યાં મેઘાલયના ગર્વનર બનાવવામાં આવ્યા છે ત્યાંજ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશિયારીને ગોવાની વધારાની જવાબદારી સોંપવામાં આવી છે. મોદી કેબિનેટના આ ર્નિણયને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંજૂરી આપી દીધી છે.
૨૫ ઓક્ટોબર, ૨૦૧૯ના રોજ રાજ્યપાલ સત્યપાલ મલિકની જમ્મુ કાશ્મીરથી ગોવા ટ્રાન્સફર કરવામાં આવી હતી અને તેમની જગ્યાએ ભૂતપૂર્વ આઈએએસ અધિકારી ગિરીશ મુર્મૂને જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યાલ બનાવવામાં આવ્યા હતા.
સત્યપાલ મલિક બિહારના રાજ્યપાલ પણ રહી  છે. સત્યપાલ મલિકને ૨૦૧૮માં કેટલાક મહિના માટે ઓડિશાની વધારાની જવાબદારી પણ સોંપવામાં આવી હતી.

Follow Me:

Related Posts