fbpx
રાષ્ટ્રીય

દિલ્હીથી બિહાર જતી બસ પલટી જતાં ૧૬ મુસાફરો ઘાયલ

પાટનગર નવી દિલ્હીથી બિહારના મધુબની વિસ્તારમાં જઇ રહેલી એક ઉતારુ બસને બુધવારે રાત્રે આગ્રા-લખનઉ એક્સપ્રેસ હાઇવે પર અકસ્માત નડ્યો હતો. એક અહેવાલ મુજબ બસ ગુલાંટ ખાઇને ઊલટી પડી ગઇ હતી. ઇટાવા જિલ્લો પસાર કર્યા બાદ હાઇવે પર બસ ગબડી પડી હતી.
બસમાં ૪૫ ઉતારુ હતા. એમાંના ૧૬ ઉતારુને ગંભીર ઇજા થઇ હતી. તમામ ઇજાગ્રસ્ત ઉતારુઓને પીજીઆઇ સૈફઇ હાૅસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. બસમાં મોટે ભાગે શ્રમિકો હતા. રાત્રે લગભગ સાડા બારની આસપાસ આ અકસ્માત થયો હતો. આ સમાચાર મળતાં ઉસરાહાર પોલીસ સ્ટેશનના અધિકારીઓ થોડા જવાનેાને લઇને ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બસની બારીના કાચ તોડીને મજૂરોને બહાર કાઢ્યા હતા. તમામ ઘાયલોને તરત નજીકની હાૅસ્પિટલમાં લઇ જવાયા હતા.
મોટા ભાગના ઇજાગ્રસ્તો ભયમુક્ત હોવાનું હાૅસ્પિટલના પ્રવક્તાએ કહ્ય્šં હતું. દરમિયાન, અકસ્માત કેવી રીતે થયો એની તપાસ પોલીસ કરી રહી હતી. ડ્રાઇવર પીધેલો હતો કે પછી એને ઝોકું આવી ગયું હતું એ વિશે પોલીસ પૂછપરછ કરી રહી હતી. વધુ વિગતોની વાટ જાેવાતી હતી.

Follow Me:

Related Posts