fbpx
રાષ્ટ્રીય

મોદી સરકારના મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત કોરોના પોઝિટિવ

દેશમાં કોરોના દર્દીઓનો આંકડો ૨૮ લાખને પાર પહોંચી ગયો છે. તેની ઝપટમાં કેટલાંય વીવીઆઈપી પણ આવી રહ્યા છે. મોદી સરકારના વધુ એક મંત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત કોરોના પોઝિટિવ મળ્યા છે. આની પહેલાં ગૃહમંત્રી અમિત શાહ, પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા.
ગજેન્દ્ર સિંહ શેખાવતે  કે અસ્વસ્થતાના કેટલાંક લક્ષણ દેખાવા પર મેં કોરોના ટેસ્ટ કરાવ્યો અને મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ડાૅકટર્સની સલાહ પર હોસ્પિટલમાં દાખલ થઇ રહ્યો છું. મારો અનુરોધ છે કે પાછલા દિવસોમાં મારા સંપર્રમાં જે લોકો આવ્યા છે તે સ્વયંને આઇસોલેટ કરી પોતાની તપાસ કરાવે. તમામ સ્વસ્થ રહે અને પોતાનું ધ્યાન રાખે.
કોરોનાની ઝપટમાં અત્યાર સુધીમાં કેટલાંય વીવીઆઈપી આવી ચૂકયા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, કેન્દ્રીય આયુષ મંત્રી શ્રીપદ નાઇક, કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલ કોરોના પોઝિટિવ મળી ચૂકયા છે. આ સિવાય સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુકત સચિવ લવ અગ્રવાલ પણ પાછલા દિવસોમાં કોરોના સંક્રમિત મળ્યા હતા.

Follow Me:

Related Posts