fbpx
રાષ્ટ્રીય

યસ બેન્ક કેસઃ કપિલ વધાવન અને ધીરજ વધાવનને હાઈકોર્ટમાંથી મળ્યા જામીન

યસ બેન્ક લોન કૌભાંડ કેસમાં ઉદ્યોગપતિ ભાઈ કપિલ વધાવન અને ધીરજ વધાવનને જામીન મળ્યા છે.  ૬૦ દિવસની નિર્ધારિત અવધિની અંદર તેમના વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં નિષ્ફળ છે.
દીવાન હાઉસિંગ ફાઈનાન્સ કાૅર્પોરેશનના પ્રમોટર બંને ભાઈ હજુ પણ જેલમાં રહેશે કેમકે તેમના વિરૂદ્ધ સીબીઆઈનો કેસ પણ ચાલી રહ્યો છે. કેસની સુનાવણી કરતા બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ ભારતી ડાંગરેએ ૧ લાખ રોકડના બોન્ડ અને પાસપોર્ટ જમા કરવાની શરત પર બંને ભાઈઓને જામીન આપ્યા છે.
ઉલ્લેખનીય છે કે બંને ભાઈ મની લોન્ડ્રિંગ કેસમાં ઈડ્ઢ દ્વારા આ વર્ષે ૧૪ મે એ ધરપકડ થઈ હતી. સીબીઆઈ દ્વારા ૭ માર્ચે વધાવન બંધુઓ વિરૂદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી. જેમાં એ આરોપ લગાવ્યો હતો કે યસ બેન્કના પ્રમોટર રાણા કપૂર અને વધાવન બંધુઓએ એકબીજાને લાભ પહોંચાડ્યો છે. યસ બેન્ક દ્વારા અનિયમિતત રીતે વધાવન બંધુઓને લોન આપી છે.
જે બાદ એ વધાવન બંધુઓ, રાણા કપૂર, કપૂરની પત્ની બિંદુ કપૂર, તેમની દિકરી રોશની અને રેખા તથા તેમના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફર્મ ડી કે જૈન એન્ડ એસોસિએટ્‌સ વિરૂદ્ધ ૧૫ જુલાઈએ કેસ નોંધવામાં આવ્યો હતો.

Follow Me:

Related Posts