fbpx
રાષ્ટ્રીય

સુશાંત આપઘાત કેસઃ સીબીઆઇએ કૂકની ત્રણ કલાક પૂછપરછ કરી

સુશાંત સિંહ રાજપૂત કેસ સીબીઆઈને સોંપી દેવામાં આવ્યો છે અને આ મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. સીબીઆઈએ મુંબઈ પોલીસથી મુલાકાત બાદ સુશાંતના કૂકની પૂછપરછ કરી છે. જાણકારી પ્રમાણે મોટાભાગની પુછપરછ અને સ્ટેટમેન્ટ્‌સના રેકાૅર્ડિંગ તથા તપાસ ડ્ઢઇર્ડ્ઢંના ગેસ્ટ હાઉસમાં થવાની હતી. સીબીઆઈ ટીમ સુશાંતના કૂક નીરજને સાથે લઈ ગઈ હતી અને તેની પુછપરછ કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે નીરજ એ કેટલાક લોકોમાંથી છે જેણે સુશાંત સાથે છેલ્લે વાત કરી હતી.
સુશાંતના કૂક નીરજથી ત્રણ કલાક સુધી ચાલેલી સીબીઆઈની વાતચીતમાં અનેક પ્રશ્નો કરવામાં આવ્યા. સીબીઆઈએ નીરજને પુછ્યું કે , ૧૩ જૂનના શું-શું થયું હતુ? રૂમમાં કોણ-કોણ હતુ? સુશાંતની સાથે મોડી રાત સુધી કોણ જાગ્યું હતુ? એક્ટરનો મૂડ કેવો હતો? આ સાથે સુશાંતના ડિનર કરવા વિશે અને રૂમમાં જવાને લઇને પણ પ્રશ્નો કરવામાં આવ્યા. આ ઉપરાંત સુશાંતની બાૅડીને કોણે નીચે ઉતારી અને કોણે આવું કરવાનું  હતુ? આ તમામ પ્રશ્નોના જવાબ સીબીઆઈએ જાણવાનો પ્રયત્ન કર્યો.

Follow Me:

Related Posts