fbpx
રાષ્ટ્રીય

હાર્દિક કૃણાલ પીપીઈ કિટમાં દેખાયા આઇપીએલ માટે મુંબઇ સીએસકે યૂએઇ જવા રવાના

ઈન્ડિયન પ્રીમિયર લીગ માટે આઈપીએલની ટીમો યુએઈ જવા માટે રવાના થઈ ગઈ છે. ૩ ટીમો યુએઈ માટે નીકળી ચૂકી છે. તો આજે ધોનીની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ પણ રવાના થઈ ગઈ છે. ટ્‌વીટર પર સીએસકેએ તસવીરો શેર કરીને આ જાણતારી આપી હતી. તો મુંબઈ ઈન્ડિયનની ટીમ પણ રવાના થઈ છે. એરપોર્ટ પર હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા અલગ અંદાજમાં જાેવા મળ્યા હતા.
સીએસકેએ ટ્‌વીટર પર શેર કરેલાં ફોટોમાં કેપ્ટન ધોની, વાઈસ કેપ્ટન સુરેશ રૈના, રવિન્દ્ર જાડેજા અને બોલિંગ કોચ લક્ષ્મીપતિ બાલાજી નજર આવી રહ્યા છે. તો આ પહેલાં ગુરુવારે કોલકાતા નાઈટ રાઈડર્સ, કિંગ્સ ઈલેવન પંજાબ અને રાજસ્થાન રોયલ્સની ટીમ યુએઈ માટે પહોંચી ગઈ છે.
મુંબઈ ઈન્ડિયનના હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાએ યુએઈ જતાં પહેલાં એક તસવીર સોશિયલ મીડિયામાં શેર કરી હતી. જેમાં બંને ભાઈઓ કાંઈક અલગ જ પ્રકારની પીપીઈ કીટ પહેરેલાં જાેવા મળી રહ્યા છે.
ઈન્ડિયન પ્રીમિયર લીગની આ સિઝનની શરૂઆત ૧૯ સપ્ટેમ્બરથી થશે. આઈપીએલની મેચ ૩ શહેરો-દુબઈ, અબુ ધાબી અને શારજહામાં રમાશે. ચેન્નાઈએ પોતાનું બેઝ દુબઈ બનાવ્યું છે. આ ઉપરાંત રાજસ્થાન, મુંબઈ ઈન્ડિયન્સ સહિતની ટીમ પણ પીપીઈ કીટ પહેરીને યુએઈ માટે રવાના થઈ હતી. દુબઈ પહોંચ્યા બાદ ફ્રેન્ચાઈઝીના તમામ અધિકારીઓ અને ખેલાડીઓ ક્વોરન્ટાઈન રહેશે.
આ દરમિયાન તેઓ હોટેલમાં કોઈને પણ મળી શકશે નહીં. પહેલા અને છઠ્ઠા દિવસે ખેલાડીઓનો કોરોના ટેસ્ટ થશે. ૩ કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ જ ખેલાડીઓ બાયો સિક્્યોર માહોલમાં ટ્રેનિંગ કરી શકશે. તેમજ ટુર્નામેન્ટના દરેક પાંચમા દિવસે ખેલાડીઓ અને સ્ટાફનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. બીસીસીઆઈએ ખેલાડીઓને સ્પષ્ટ ચેતવણી આપી છે કે ખેલાડીઓ ભૂલથી પણ ભૂલ ન થાય તે રીતે બાયો સિક્્યોર વાતાવરણનો નિયમ ન તોડે.

Follow Me:

Related Posts