fbpx
રાષ્ટ્રીય

એન્કાઉન્ટર બાદ એક આતંકી ફરાર, ૨ આઇઇડી અને એક પિસ્તોલ મળી દિલ્હીના ધોળા કુવા રિંગરોડ પર એન્કાઉન્ટર,ISISના આતંકીની ધરપકડ

એન્કાઉન્ટર બાદ એક આતંકી ફરાર, ૨ આઇઇડી અને એક પિસ્તોલ મળી દિલ્હીના ધોળા કુવા રિંગરોડ પર એન્કાઉન્ટર,ISISના આતંકીની ધરપકડદિલ્હી પોલીસની સ્પેશ્યિલ સેલને શનિવારે એક મોટી સફળતા મળી છે. સ્પેશ્યિલ સેલની ટીમે શંકાસ્પદ આતંકવાદી યૂસુફની ધરપકડ કરી છે. દિલ્હી પોલીસની સ્પેશ્યિલ સેલે આ આતંકવાદીની ધરપકડ કરી લીધી છે. જાણકારી અનુસાર, શુક્રવારે રાતે ૧૧.૩૦ વાગ્યે ધૌલાકુઆથી કરોલબાગના રસ્તા પર રિજ રોડની પાસે આ એન્કાઉન્ટર થયું. ત્યાર પછી શંકાસ્પદની ધરપકડ કરી લેવામાં આવી છે. તેની પાસેથી ૨ આઇઈડી પણ પ્રાપ્ત થયા છે અને એક પિસ્ટોલ પણ મળી આવી છે.
તપાસ એજન્સી અનુસાર દિલ્હીમાં એક ખાસ વિસ્તારે ટાર્ગેટ કરવા માટે આવ્યા હતા. જાેકે, તેમનો ટાર્ગેટ શું હતો હજુ સુધી તેની પુષ્ટિ થઇ શકી નથી. પૂછપરછ દ્વારા એ બાબતે જાણકારી મેળવવાની કોશિશ કરવામાં આવી રહી છે. તો આતંકવાદીની નિશાનદેહી પર દિલ્હીની બહાર પર ઓપરેશન ચાલુ છે. પ્રાપ્ત જાણકારી અનુસાર આતંકવાદીએ દિલ્હીની ઘણાં સ્થળોની રેકી કરી હતી, તે લોન વુલ્ફ એટેકની પ્લાનિંગની સાથે દિલ્હીને સળગાવવાનું કાવતરું ઘડી રહ્યો હતો. આતંકવાદીના કહેવા પર દિલ્હીના અમુક વિસ્તારો પર છાપેમારી ચાલી રહી છે.
આઇએસઆઇએસ આતંકવાદી ઉત્તર પ્રદેશના બલરામપુર જિલ્લાનો રહેવાસી છે. દિલ્હી પોલીસને સૂચના મળી હતી કે આતંકવાદી ધૌલાકુઆ અને કરોલ બાગની વચ્ચે રિઝ વિસ્તારમાં મોજૂદ છે. ત્યાર પછી પોલીસે સર્ચ ઓપરેશન ચલાવ્યું. સૂચના મળતા પોલીસે જ્યારે સર્ચ ઓપરેશન શરૂ કર્યું તો આતંકવાદીએ ગોળીબારી શરૂ કરી દીધી. બંને તરફથી ચાલેલી ફાયરિંગ પછી આતંકવાદીની ધરપકડ કરી લેવામાં આવી છે.
આઇએસઆઇએસ આતંકીનું નામ અબ્દુલ યૂસુફ છે. તે ઉત્તર પ્રદેશના બલરામપુરનો રહેવાસી છે. એનએસજીએ લોકોને જાણકારી આપી છે કે, અબ્દુલ અપાચે બાઇક પર આવ્યો હતો. બાઇકનો નંબર ઉત્તર પ્રદેશમાં રજિસ્ટર્ડ છે. તેની પાસેથી બે પ્રેશર કુકરમાં ૨ આઇઇડી અને લગભગ ૧૫ કિલોનો વિસ્ફોટ મળ્યો છે. આતંકવાદીની ધરપકડ પછી દિલ્હી, યૂપી અને ઉત્તરાખંડમાં ૬ જગ્યાઓ પર છાપેમારી કરવામાં આવી છે. દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં હાઈ અલર્ટ કરી દેવામાં આવ્યું છે.
આ મામલામાં ડીસીપી પ્રમોદ કુશવાહાએ જણાવ્યું કે, બંને તરફથી ચાલેલી ફાયરિંગ પછી તેને પકડી લેવામાં આવ્યો છે. તે એકલો જ હતો અને તેણે દિલ્હીમાં હુમલાનું કાવતરું બનાવ્યું હતું. અમે તેની પાસેથી પિસ્તોલ અને બે ૧૫ કિલોના આઈડી પ્રાપ્ત કર્યા છે. ત્યાર પછી તેના વિશે વધારે જાણકારી શેર કરવામાં આવશે.
દિલ્હીમાં પકડાયેલા આઇએસઆઇએસના શંકાસ્પદ આતંકી અબુ યુસુફે શરૂઆતની પૂછપરચ્છમાં કેટલાંય ચોંકાવનારા ખુલાસા કર્યા છે. દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં ધડાકાનું ષડયંત્ર કર્યું હતું. આતંકી અબુ યુસુફ રામ મંદિર નિર્માણને લઇ બોમ્બ બ્લાસ્ટ કરવા માંગતો હતો. આ તો હજુ શરૂઆતની માહિતી છે. તેઓ અફઘાનિસ્તાનમાં હાજર પોતાના આકાઓના સંપર્કમાં હતો.

Follow Me:

Related Posts