fbpx
રાષ્ટ્રીય

નવા ચૂંટણી કમિશ્નર તરીકે પૂર્વ નાણાં સચિવ રાજીવ કુમારની નિમણૂંક

નવા ચૂંટણી કમિશનર તરીકે પૂર્વ નાણાં સચિવ રાજીવ કુમારની નિમણૂક કરવામાં આવી છે. તે અશોક લવાસાની જગ્યા લેશે. કાયદા મંત્રાલયે શુક્રવારે રાત્રે એક જાહેરનામું બહાર પાડીને આ માહિતી આપી હતી. જાહેરનામામાં જણાવાયું છે કે રાષ્ટ્રપતિએ પદ સંભાળવાની તારીખથી જ તેમની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. મંત્રાલયે  કે રાજીવ કુમાર ચૂંટણી કમિશનર અશોક લવાસાની જગ્યા લેશે, જેનું રાજીનામું ૩૧ ઓગસ્ટથી લાગુ થશે. અશોક લવાસા એશિયન ડેવલપમેન્ટ બેંક (એડીબી) ના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નવી જવાબદારી સંભાળવા જઇ રહ્યા છે. રાજીવ કુમાર ૧૯૮૪ બેચના નિવૃત્ત આઈએએસ (ભારતીય વહીવટી સેવા) અધિકારી છે.
કાયદા મંત્રાલયે જાહેરનામુંમાં  છે કે, “રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે રાજીવ કુમારની ચૂંટણી કમિશનર પદ પર નિયુક્તિને મંજૂરી આપી દીધી છે. તેમની નિમણૂક તેઓ ચાર્જ કરે તે તારીખથી જ અસરકારક રહેશે. તેઓ અશોક લવાસાની જગ્યા લેશે, જેનું ૩૧ ઓગસ્ટ, ૨૦૨૦ થી રાજીનામું આપવામાં આવશે.” સુનીલ અરોરા ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર છે. અશોક લવાસા સિવાય અન્ય ચૂંટણી કમિશનર સુશીલચંદ્રા છે. કુમાર ૧૦ દિવસ પછી આ વરિષ્ઠ અધિકારીઓની ટીમમાં ભાગ લેશે. લવાસાએ રાજીનામું આપી દીધું છે.

Follow Me:

Related Posts