fbpx
રાષ્ટ્રીય

એનઆઇએએ ૧૩૫૦૦ પેજની ચાર્જશીટ રજૂ કરી પુલવામાઃ એનઆઇએેની ચાર્જશીટમાં મસૂદ સહિત ૧૯ આરોપી

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ મંગળવારે વિશેષ કોર્ટમાં જૈસ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહર સહિત ૧૯ આરોપીના નામ સાથેની ચાર્જશીટ દાખલ કરી છે. જૈશ-એ-મોહમ્મદ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન છે અને વડા મસૂદ અઝહર અને અન્ય દ્વારા ૨૦૧૯માં દક્ષિણ કાશ્મીરના પુલવામાં સીઆરપીએફના કાફલા પર ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ૪૦ જવાનો શહીદ થયા હતા. એઆઈએએ ઈલેક્ટ્રોનિક પુરાવાઓ અને આતંકવાદીઓના નિવેદન તેમજ વિવિધ કેસોમાં પકડાયેલા વોન્ટેડ આરોપીઓની વાતને આધારે એનઆઈએએ આ પુલવામાં હુમલાનો કોયડો ઉકેલ્યો હતો.
તપાસ એજન્સી દ્વારા ૧૩,૫૦૦ પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. ચાર્જશીટમાં પુલવામામાં હુમલાખોરને આશરો આપનાર તેમજ આદિલ દારનો હુમલા અગાઉનો વીડિયો શૂટ કરનાર સહિત તમામ લોકોને આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે. આદિલ દાર સ્યુસાઈડ બોમ્બર હતો જેણે ૨૦૦ કિલો વિસ્ફોટકો સાથેની કાર સીઆરપીએફના કોન્વોય સાથે અથડાવીને બ્લાસ્ટ કર્યો હતો.
આ કેસની તપાસ એનઆઈએના સંયુક્ત ડાયરેક્ટર અનિલ શુક્લાના નેતૃત્વમાં કરવામાં આવી હતી અને બ્લાસ્ટ માટે હાઈ-એન્ડ બેટરી, ફોન તેમજ કેટલાક રસાયણોની ખરીદી માટે ઈકોમર્સ પ્લેટફોર્મનો પણ ઉપયોગ થયો હોવાનું તપાસમાં ખુલ્યું હતું. એનઆઈએ દ્વારા અત્યાર સુધીમાં આ કેસમાં સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે. મસૂદ અઝહર ઉપરાંત જે સાત આતંકવાદીઓના નામ ચાર્જશીટમાં છે તેમને વિવિધ એન્કાઉન્ટરમાં ઠાર કરી દેવાયા છે જ્યારે ચાર ભાગેડુ છે. બે આતંકવાદીઓ હજુ પણ જમ્મુ અને કાશ્મીરમાં છે જે પૈકી એક સ્થાનિક છે જ્યારે બીજાે પાકિસ્તાની નાગરિક છે.
મસૂદ અઝહરના બે સંબંધીઓ અબ્દુલા રઉફ તેમજ અમ્માર અલ્વીના નામ પણ ચાર્જશીટમાં મુખ્ય ષડયંત્રકાર તરીકે સામેલ છે. જૈશના એક આતંકવાદી મોહમ્મદ ઉમર ફારૂકનો ભાણેજ જે સાંભા ખાતેની આંતરાષ્ટ્રીય સરહદેથી ૨૦૧૮માં કુદરતી ગુફાઓ મારફતે ભારતમાં પ્રવેશ્યો હતો તેનું મૃત્યું થયું છે.
પુલવામા હુમલો કરનાર આદિલ ડારના કેટલાંય મદદગાર હતા, એનઆઈએ એ એવા લોકોને પણ આરોપી બનાવ્યા છે. તેમાં મોહમ્મદ અબ્બાસ રાથર, બિલાલ અહમદ કૂચે, શાકિર બશીર જ્ર હુઝૈફા, ઇંશા જાન જ્ર ઇંશા તારીક, પીર તારીક અહેમદ શાહ, અશ્ક અહેમદ નેંગારુ, ઇકબાલ રાથેર, સમીર અહેમદ ડાર અને વાઇઝ-ઉલ ઇસ્લામ પર પણ આરોપ મૂકવામાં આવ્યા છે.

Follow Me:

Related Posts