fbpx
રાષ્ટ્રીય

વિશાખાપટનમમાં ક્વોરન્ટાઇન સેન્ટરમાં આગઃ કોઇ જાનહાનિ નહિ

આંધ્ર પ્રદેશના વિશાખાપટનમનાં કોમ્માડી વિસ્તારમાં આવેલ એક ક્વોરન્ટીન સેન્ટરમાં ગત રાત્રે અચાનક આગ લાગી હતી. આ ક્વોરન્ટીન સેન્ટર એક ખાનગી કોલેજ કેમ્પસમાં બનાવવામાં આવ્યું હતું. આગને કારણે અહીં ભાગદોડ મચી હતી. જાે કે આગને કારણે કોઇ જાનહાની થયાના અહેવાલ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે એક જ મહિનામાં દેશમાં કોરોના કેર સેન્ટરમાં આગની આ ત્રીજી ઘટના છે. આ પહેલા ૬ ઓગસ્ટે અમદાવાદમાં શ્રેય હોસ્પિટલમાં આગ લાગતા કોરોનાની સારવાર લઇ રહેલા ૮ દર્દીઓના મોત થયા હતા. જ્યારે આંધ્ર પ્રદેશના વિજયવાડામાં ૯ ઓગસ્ટે કોરોના કેર સેન્ટરમાં આગ લાગતા ૧૦ દર્દીના મોત થયા હતાં.
વિશાખાપટનમનાં કોમ્માડી વિસ્તારમાં ક્વોરન્ટીન સેન્ટરમાં લાગેલી આગ બાદ ઘટના સ્થળે પહોંચેલ પોલીસના જણાવ્યા અનુસાર કોમ્પ્યુટર બ્લોકમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. પોલીસ અને ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો અને દર્દીઓને બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

Follow Me:

Related Posts