fbpx
રાષ્ટ્રીય

આઇએનએસ વેલા પણ આગામી વર્ષના અંતમાં નૌસેનામાં સામેલ થશે ભારતીય નૌસેનાની તાકાત વધારશે સ્વદેશી સબમરીન INS કરંજ

 

ભારતમાં બની રહેલી કલવરી ક્લાસની ત્રીજી સબમરીન આઈએનએસ કરંજના ચારથી પાંચ મહિનામાં નૌસેનામાં સામેલ થવાની સંભાવના છે. કરંજને ૨૦૧૮માં સમુદ્રના પરીક્ષણો માટે મોકલવામાં આવી હતી અને સૂત્રો અનુસાર આ પરીક્ષણ સફળ થયા છે. આ ક્લાસની ચોથી સબમરીન આઈએનએસ વેલા પણ આગામી વર્ષના અંત સુધી નૌસેનામાં સામેલ થઈ જશે.
કલવરી ક્લાસની પહેલી બે સબમરીન કલવરી અને ખંડેરી પહેલા જ નૌસેનામાં સામેલ થઈ ચૂકી છે. કલવરી ક્લાસની કુલ ૬ સબમરીનનું નિર્માણ મુંબઈના મઝગાંવ ડૉક લિમિટેડમાં કરવામાં આવી રહ્ય્š છે. આ સબમરીન સમુદ્રમાં ૫૦ દિવસ સુધી રહી શકે છે અને એકવારમાં ૧૨૦૦૦ કિમી સુધીની યાત્રા કરી શકે છે. જેમાં ૮ ઓફિસર અને ૩૫ નૌસૈનિક કામ કરે છે અને આ સમુદ્રની અંદર ૩૫૦ મીટર સુધી ડાઈવ લગાવી શકે છે.
કલવરી ક્લાસની સબમરીન સમુદ્રની અંદર ૩૭ કિમી પ્રતિ કલાકની ગતિથી ચાલી શકે છે. જેમાં સમુદ્રની અંદર કોઈ સબમરીન અથવા સમુદ્રની સપાટી પર કોઈ જહાજને તબાહ કરવા માટે ટોરપિડો હોય છે. આ સિવાય, આ સમુદ્રમાં લેન્ડમાઇન્સ પણ બિછાવી શકે છે.
ભારતીય નૌસેનાએ ૧૯૯૭માં સબમરીન બેડાને તાકાતવર બનાવવા માટે એક મોટી યોજના બનાવી હતી. આ અંતર્ગત ૨૦૨૪ સુધી નવી ૨૪ સબમરીન બનાવવાની યોજના હતી પરંતુ આ યોજના હજુ સુધી સમયથી પાછળ ચાલી રહી છે. કલવરી ક્લાસ એટલે પ્રોજેક્ટ ૭૫ હેઠળ પહેલી સબમરીન ૨૦૧૭માં નૌસેનામાં સામેલ થઈ છે. આ પ્રોજેક્ટના હજુ ૨૦૨૨ સુધી પૂરી થવાની સંભાવના છે.
એર ઈન્ડિપેન્ડેન્ટ પ્રોપેલ્શનથી લેસ વધારે આધુનિક સબમરીનનો પ્રોજેક્ટ જલ્દી શરૂ થવાની આશા છે. આ પ્રોજેક્ટ માટે જલ્દી જ ટેન્ડર નીકળવાનુ છે. આ ૧૨ સબમરીન સિવાય ૧૨ ન્યુક્લિયર સબમરીન બનાવવાની ભારતની યોજના છે.

Follow Me:

Related Posts