fbpx
રાષ્ટ્રીય

નૌગામ સેક્ટરમાં પાકિસ્તાને મોર્ટાર મારો કર્યો, ૫ જવાન ઘાયલ પાકિસ્તાનની નફ્ફટાઇઃ સરહદે ફાયરિંગમાં ભારતના ત્રણ જવાન શહિદ

ભારતીય સેનાએ આપ્યો વળતો પ્રહાર, ભારે નુકસાનના અહેવાલ, છેલ્લા ૮ મહિનામાં પાકિસ્તાને ૩ હજારથી વધુ વાર યુદ્ધ વિરામ ભંગ કર્યો ચીન સાથેના સરહદી વિવાદ વચ્ચે હવે પાકિસ્તાન એલઓસી પર કરેલા સંઘર્ષ વિરામના ભંગમાં આજે ભારતીય સેનાના ત્રણ જવાનો શહિદ થયા છે. જ્યારે અન્ય ૫ જવાનો ઘાયલ થયા છે. ભારતીય સેનાના જવાનો પાકિસ્તાનને આકરો જવાબ આપી રહ્યાં છે. પાકિસ્તાની સેનાએ આંતરરાષ્ટ્રીય સરહદને અડીને આવેલા સેનાની ચોકીઓને નિશાન બનાવીને મોર્ટાર મારો કર્યો હતો.
સેનાના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે ઉત્તરી કાશ્મીરના કુપવાડા જીલ્લાના નૌગામ સેક્ટરમાં પાકિસ્તાન તરફથી અચાનક જ મોર્ટાર મારો કરવામાં આવ્યો હતો જેમાં ૨ જવાન શહિદ થયા હતાં અને અન્ય ૫ જવાનો ઘાયલ થયા હતાં. પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે ઘાયલ જવાનોને સુરક્ષીત સ્થાને ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
સેનાના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે ભારતીય સેના પણ પાકિસ્તાનને આકરો જવાબ આપી રહી છે. પાકિસ્તાની સેનાને પણ ભારે નુંકશાન પહોંચ્યુ છે. જાેકે પાકિસ્તાન તરફથી કેટલા લોકોના મોત થયા તેની હજી ચોક્કસ માહિતી મળી નથી.
આ અગાઉ ગઈ કાલે મોડી સાંજે પાકિસ્તાની સેના દ્વારા પુંછ સેક્ટરમાં સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરી ભારતીય ચોકીઓ પર ભારે ગોળીબાર કર્યો હતો. જેમાં એક જવાન શહિદ થઈ ગયા હતાં જ્યારે એક જવાન ઘાયલ થયા હતાં.
જાહેર છે કે, સરહદે ભારતનો ચીન સાથે ભારે સંઘષ ચાલી રહ્યો છે. આ તકનો લાભ લઈને પાકિસ્તાન શિયાળા પહેલા ભારતમાં આતંકવાદીઓની ઘુષણખોરી કરાવવાના ઈરાદે સંઘર્ષ વિરામનો ભંગ કરી છે.
સેના તરફથી આના પર નિવેદન જારી કરીને કહેવામાં આવ્યુ છે, ‘૩૦ સપ્ટેમ્બરે લગભગ ૮ વાગીને ૩૦ મિનિટે પાકિસ્તાન તરફથી નાના હથિયારોથી ફાયરિંગ કરવામાં આવ્યુ હતુ. કૃષ્ણા ઘાટી સેક્ટરમાં નિયંત્રણ રેખા પર મોર્ટાર્સથી થયેલી ફાયરિંગનો સેનાએ જવાબ આપ્યો છે.’ આ પહેલા પાકે પુંછના મનકોટ સેક્ટરાં પણ નાના હથિયારોથી ફાયરિંગ કર્યુ હતુ.
છેલ્લા ૮ મહિનામાં પાકિસ્તાને ૩૦૦૦થી વધુ વાર યુદ્ધ વિરામ ભંગ કર્યો છે, જે ૧૭ વર્ષમાં સૌથી વધુ છે.

Follow Me:

Related Posts