fbpx
રાષ્ટ્રીય

૧૧૮૧ના મોત સાથે કુલ મૃત્યુનો આંકડો ૯૮,૬૭૮ થયો કોરોના સંકટ યથાવત્‌ઃ ૨૪ કલાકમાં નવા ૮૬૮૨૧ પોઝિટિવ દર્દી નોંધાયા

કુલ કેસ ૬૩.૧૨ લાખ થયા, કોરોના કાળમાં આ મહિનો ભારત માટે રહ્યો સૌથી ખરાબ, ૪૧ ટકા નવા કેસ અને ૩૩.૭ ટકાના મોત એક જ મહિનામાં થયા દેશમાં આજથી અનલોક ૫.૦ની શરૂઆત થઈ ગઈ છે. આ વખતે થિયેટરોને ૫૦ ટકા ક્ષમતા સાથે ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. જાે કે કેરળ અને પંજાબમાં કોરોનાના વધતા કેસે ચિંતા વધારી દીધી છે. વિશેષજ્ઞો તેને જીવલેણ વાયરસની બીજી વેવનું જાેખમ ગણાવી રહ્યા છે અને એવો અંદેશો વ્યક્ત કર્યો છે કે આવનારા તહેવારો સમયે મુશ્કેલીઓ વધી શકે છે. આ ઉપરાંત શિયાળાની ઋતુમાં પણ આ વાયરસથી બચવાની સલાહ આપવામાં આવી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૮૬,૮૨૧ દર્દીઓ નોંધાયા છે . આ સાથે જ દેશમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા ૬૩,૧૨,૫૮૫ પર પહોંચી છે. એક જ દિવસમાં કોરોનાથી ૧૧૮૧ લોકોના મૃત્યુ થયા છે. કુલ મૃત્યુનો આંકડો ૯૮,૬૭૮ થયો છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ કોરોનાના કુલ ૬૩,૧૨,૫૮૫ દર્દીઓમાંથી ૯,૪૦,૭૦૫ દર્દીઓ હજુ સારવાર હેઠળ છે. જ્યારે ૫૨,૭૩,૨૦૨ લોકો સાજા થઈ ગયા છે. તહેવારો આવી રહ્યા છે એટલે કોરોનાનું જાેખમ પણ વધવાની આશંકા છે. રાજધાની દિલ્હી, કેરળમાં કોવિડ ૧૯ના નવા કેસની સંખ્યા વધી છે. દિલ્હીમાં કોરોનાનો પહેલો પીક જૂનમાં જાેવા મળ્યો હતો. જ્યારે રોજેરોજ ૩૦૦૦થી વધુ કેસ મળતા હતા. જુલાઈની શરૂઆતમાં અને અંતમાં કેસ ઘટવાના શરૂ થયા હતાં. આ દરમિયાન રાજધાનીમાં રોજ લગભગ ૧૦૦૦ જેટલા કેસ આવતા હતાં.
જાે કે ઓગસ્ટના મધ્યથી દિલ્હીમાં કોરોનાના કેસ વધવા લાગ્યા અને ૯ સપ્ટેમ્બરે દિલ્હીમાં કોરોનાના ૪૦૩૯ નવા કેસ આવ્યા હતાં. રાજ્ય સરકારના ડેટા મુજબ દિલ્હીમાં કોરોનાના કેસ વધીને ૨.૫ લાખ પાર થઈ ગયા છે. બુધવારે દિલ્હીમાં ૩૮૨૭ નવા કેસ આવ્યા હતાં. નીતિ આયોગના સભ્ય વી કે પોલે કે અમે દિલ્હી, પંજાબ અને કેરળમાં કોરોનાનો બીજાે પીક જાેઈ રહ્યા છીએ.
એ જ રીતે કેરળમાં પણ કોરોનાના કેસ વધવા લાગ્યા છે. સપ્ટેમ્બરના પહેલા મહિનામાં નવા કેસમાં ઘટાડો જાેવા મળ્યો હતો. જાે કે ૧૬-૨૨ સપ્ટેમ્બર દરમિયાન અહીં પણ કેસ વધવા લાગ્યા અને ૨૩-૨૯ સપ્ટેમ્બવાળા અઠવાડિયામાં તો રાજ્યમાં ૫૮૯૮ કેસ સામે આવ્યા.
સારી વાત એ છે કે કોરોનાનો પ્રકોપ ઝીલી રહેલા મોટા રાજ્યો મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં કોરોનાના કેસમાં ઘટાડો જાેવા મળી રહ્યો છે. આ ઉપરાંત અન્ય કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો જાેવા મળ્યો છે.
સ્વાસ્થ્ય વિશેષજ્ઞોનું માનીએ તો આગામી કેટલાક મહિના ખુબ મહત્વના છે. વી કે પોલે જણાવ્યું કે આપણે શરૂઆતમાં જ લોકડાઉન કરી દીધુ હતું. તે સમયે એવી આશંકા હતી કે કોરોનાનો પીક જૂનમાં આવી શકે છે. પરંતુ શિયાળાના ઋતુમાં શ્વાસ સંબધિત બીમારીઓ વધે છે. આથી આપણે સતર્ક રહેવાની જરૂર છે અને કોરોનાના નવા કેસમાં ઘટાડો કરવાની કોશિશ કરવી પડશે.

Follow Me:

Related Posts