fbpx
રાષ્ટ્રીય

સરહદે તણાવ વચ્ચે ભદૌરિયાએ ચીનને આડકતરી રીતે ચેતવણી આપી વાયુસેના બે મોરચે યુદ્ધ કરવા તૈયારઃ એરચીફનો હૂંકાર

લદાખમાં સ્થિતિ મજબૂત છે અને ચીનને સારી રીતે જવાબ આપી શકીએ છીએ, અમે કોઈપણ પડકારનો સામનો કરવા સક્ષમ છીએ, અમારી સેના દરેક મોરચે દુશ્મનો પર ભારે સાબિત થશેભારત અને ચીનની વચ્ચે છેલ્લાં કેટલાંય મહિનાઓથી તણાવ ચરમ પર છે. લદ્દાખ સરહદ પર તણાવની વચ્ચે એર ચીફ માર્શલ આર.કે.ભદૌરિયાનું મોટું નિવેદન આવ્યું છે. તેમણે કે વાયુસેના બંને મોરચે યુદ્ધ માટે સંપૂર્ણપણે તૈયાર છે. તેમણે કે એરફોર્સ કોઇપણ પડકારોનો જડબાતોડ જવાબ આપવાની સાથે જીત પ્રાપ્ત કરવા માટે દરેક સમયે તૈયાર રહે છે. એર ચીફે કે વાયુસેના ચીનની કોઇપણ નાપાક હરકતનો જવાબ આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. ચીન અને પાકિસ્તાનની તરફથી જે તણાવની સ્થિતિ બની રહી છે તેના પર ભારત જવાબ આપવા દરેક રીતે તૈયાર છે.
વાયુસેના ચીફે કે રાફેલના આવવાથી વાયુસેનાની તાકાત વધી છે અને તે આવનારા દિવસોમાં વધુ મજબૂત કરશે. તેનાથી આપણે ઝડપી અને નક્કર કાર્યવાહી કરી શકીશું. તેમણે કે આગામી પાંચ વર્ષમાં તેજસ, કોમ્બેટ હેલિકોપ્ટર, ટ્રેનર એરક્રાફ્ટ સહિત અન્ય ઘણા શક્તિશાળી હથિયારો એરફોર્સની તાકાત બનશે.
એરફોર્સ ચીફે કે રાફેલના આગમનથી એરફોર્સની તાકાતમાં વધારો થયો છે અને તે આપણને વધુ મજબૂત બનાવશે. તેની સાથે અમે ઝડપી અને નક્કર કાર્યવાહી કરી શકશે. તેમણે કે, આગામી પાંચ વર્ષમાં તેજસ, કોમ્બેટ હેલિકોપ્ટર, ટ્રેનર એરક્રાફ્ટ સહિત અન્ય ઘણા શક્તિશાળી હથિયારો એરફોર્સની તાકાત બનશે.
આર.કે.એસ. ભદૌરીયાએ કે વાયુસેના ભારત અને ચીનની સાથે બંને મોરચા પર એક સાથે યુદ્ધ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. તેમણે કે ચીનની હરકત અંગે મે મહિનામાં જ ખબર પડી ગઇ હતી, ત્યારથી ભારતીય સેના અને વાયુસેનાની તરફથી એકશન લેવાયા.
વાયુસેનાના વડાએ કે વાયુસેના ઇસ્ટર્ન ફ્રન્ટ માટે તૈયાર છે અને ત્યાં કોઈ સવાલ જ નથી કે ચીન આપણા કરતા સારી સ્થિતિમાં હોય. સમયની સાથે વાયુસેનાએ ઝડપી ફેરફારો કર્યા છે અને હવે ઘણી બધી ખામીઓ દૂર કરી લીધી છે.
એરફોર્સના વડાએ કે અમે સરહદના દરેક મહત્વના ભાગ પર આપણી હાજરી વધારી દીધી છે, લદ્દાખ તેનો એક ભાગ છે. આવી સ્થિતિમાં દેશને વિશ્વાસ હોવો જાેઇએ કે તેમની સેના સંપૂર્ણ રીતે તૈયાર છે.

Follow Me:

Related Posts