fbpx
રાષ્ટ્રીય

હાથરસ ગેંગરેપ કેસ વચ્ચે નવો ખુલાસો>કોમી રમખાણો ફેલાવવા મોરેશિયસથી ૫૦ કરોડ રૂપિયા આવ્યાઃ ઇડીનો ખુલાસો

હાથરસ મામલામાં મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે. ઈડ્ઢના પ્રાથમિક રિપોર્ટ પ્રમાણે આ કાંડના બહાને કોમી રમખાણો ફેલાવવા માટે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (ઁહ્લૈં)ની પાસે મોરિશિયસથી ૫૦ કરોડ રૂપિયા આવ્યા હતા. ઈડીએ દાવો કર્યો કે, આ સમગ્ર ફંડિગ ૧૦૦ કરોડ રૂપિયાથી પણ વધારેનું હતું. સમગ્ર મામલાની તપાસ હાલ ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે, હાથરસમાં રમખાણનું ષડયંત્ર રચવાના આરોપમાં મેરઠથી ચાર શંકાસ્પદોને ઝડપી લેવામાં આવ્યા છે. આ ચારેય વ્યક્તિઓનાં ઁહ્લૈં સંગઠન સાથે સંબંધ હોવાનું જણાવવામાં આવી રહ્ય્šં છે. પોલીસે તેમની પાસેથી ભડકાઉ સાહિત્ય જપ્ત કર્યું છે. આ પહેલાં યુપી પોલીસે એક વેબસાઈટ મારફતે રમખાણના ષડયંત્રનો પણ દાવો કર્યો હતો.
હાથરસ પીડિતાના ન્યાયના નામ પર બનાવેલી આ વેબસાઈટમાં અનેક આપત્તિજનક વાતો કહેવામાં આવી હતી. હાથરસમાં હિંસાના ષડયંત્ર પર ઈડીએ પણ કેસ દાખલ કરી દીધો છે. ઈડીની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, યુપીમાં રમખાણો ફેલાવવા માટે ૧૦૦ કરોડ રૂપિયાથી પણ વધારેનું ફંડિંગ કરવામાં આવ્યું હતું. હવે આ ફંડિંગ કોણે કર્યું અને કોના ઈશારે આ ષડયંત્ર રચવામાં આવ્યું તેની ઊંડાણપુર્વક તપાસ થઈ રહી છે.
યુપી સરકારે દાવો કર્યો હતો કે, પ્રદેશમાં કોમી રમખામો કરાવી દુનિયામાં પીએમ મોદી અને સીએમ યોગી આદિત્યનાથની છબિને ખરાબ કરવા માટે જસ્ટિસ ફોર હાથરસ નામથ રાતોરાત વેબસાઈટ તૈયાર થઈ છે. વેબસાઈટમાં ફેક આઈડી મારફતે હજારો લોકોને જાેડવામાં આવ્યા. વિરોધ પ્રદર્શન આડમાં વેબસાઈટ પર દેશ અને પ્રદેશમાં રમખાણ કરાવવા અને રમખાણ બાદ બચવાની રીતો જણાવવામાં આવી હતી. મદદ કરવાના બહાને ફંડિંગ કરવામાં આવ્યું હતું.

Follow Me:

Related Posts