fbpx
રાષ્ટ્રીય

વડાપ્રધાને કોરોના વિરુદ્ધ જન આંદોલનની શરૂઆત કરી એક સાથે આપણે કોરોના સામે જીતીશુંઃ મોદી

કોરોનાવાયરસ સામે મહિનાઓથી લડાઇ લડી રહેલ આખી દુનિયામાં સૌથી વધુ સંક્રમણ કેસની યાદીમાં ભારત બીજા નંબર પર છે. છેલ્લાં કેટલાંક સપ્તાહથી દરરોજ નોંધાતા કેસ ૬૦ થી ૯૦ હજારની વચ્ચે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરૂવારના રોજ ફરી એકવખત કોવિડ-૧૯ મહામારીની વિરૂદ્ધ એકજૂથ લડાઇ લડવાનું આહ્વાન કર્યું છે. પીએમ એ હેશટેગ ની સાથે કેટલીય ટ્‌વીટ કરી છે.
તેમણે લખ્યું કે ભારતની કોવિડ-૧૯ની લડાઇ લોકોના લીધે આગળ વધી રહી છે અને તેને કોવિડ વોરિયર્સથી મોટી શક્તિ મળે છે. આપણા એકજૂથ પ્રયાસે ઘણા બધા જીવ બચાવ્યા છે. આપણે લડાઇની પોતાની ગતિ બનાવી રાખવી પડશે અને આપણા લોકોને વાયરસથી બચવું પડશે.
પીએમે તેની સાથે કોરોના ગાઇડલાઇન્સ પરણ દોહરાવી અને લખ્યું, આવો કોરોનાથી લડવા માટે એકજૂથ થઇએ! હંમેશા યાદ રાખોઃ માસ્કર જરૂર પહેરો. હાથ સાફ કરતા રહો. સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરો. ‘બે ગજ દૂરી’ રાખો.
પીએમ એ એક બીજી ટ્‌વીટમાં કે સાથે આવીને આપણે સફળ થઇશું, સાથે આવીને આપણે કોવિડ૧૯ની વિરૂદ્ધ જીત પ્રાપ્ત કરીશું.

Follow Me:

Related Posts