fbpx
રાષ્ટ્રીય

ડિજિટલ પેમેન્ટમાં ધરખમ વધારો નોંધાયોઃ આરબીઆઇ

રિઝર્વ બૅન્કની કેશલેસ અને ઓછી રોકડના વપરાશવાળા અર્થતંત્રને પ્રોત્સાહન આપવાના પ્રયત્નના પરિણામે પાછલાં પાંચ વર્ષમાં ડિજિટલ પેમેન્ટમાં ધરખમ વધારો નોંધાયો છે.
રિઝર્વ બૅન્કે જાહેર કરેલા આકડાં પ્રમાણે ૨૦૧૫-૧૬થી ૨૦૧૯-૨૦ વચ્ચે ડિજિટલ પેમેન્ટમાં ૫૫.૧ ટકાના ચક્રવૃદ્ધિ દરે વધારો નોંધાયો હતો અને માર્ચ ૨૦૧૬ના ૫૯૩.૬૧ કરોડથી વધીને માર્ચ ૨૦૨૦માં ૩૪૩૪.૫૬ કરોડ થયો હતો. આ સમયગાળામાં રૂ. ૯૨૦.૩૮ લાખ કરોડથી મૂલ્ય પ્રમાણે વધીને રૂ. ૧૬૨૩.૦૫ લાખ કરોડ થયો હતો, જે વાર્ષિક ૧૫.૨ ટકાના ચક્રવૃદ્ધિ દરે વધ્યો હતો.
વાર્ષિક હિસાબે ૨૦૧૬-૧૭માં ડિજિટલ પેમેન્ટ ૫૯૩.૬૧ કરોડથી વધીને ૯૬૯.૧૨ કરોડ વધીને રૂ. ૧૧૨૦.૯૯ લાખ કરોડ થયું હતું.
એ જ રીતે ૨૦૧૭-૧૮માં ડિજિટલ પેમેન્ટ વધીને ૧૪૫૯.૦૧ કરોડ વધીને રૂ. ૧૩૬૯.૮૬ લાખ કરોડ થયું હતું. ૨૦૧૮-૧૯માં ડિજિટલ પેમેન્ટ વધીને ૨૩૪૩.૪૦ કરોડ વધીને રૂ. ૧૬૩૮.૫૨ લાખ કરોડ થયું હતું.
જાેકે, નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન ગત વર્ષ કરતાં ધરખમ વધારો થઇને ૩૪૩૪.૫૬ કરોડ ટ્રાંઝકશન થયા હતા, પણ મૂલ્ય ઘટીને રૂ. ૧૬૨૩.૦૫ લાખ કરોડ થયું હતું.
આ વર્ષે કોરોનાના રોગચાળા અને વ્યાપકસ્તરે કરવામાં આવેલા લૉકડાઉનને કારણે ડિજિટલ પેમેન્ટમાં હજુ અનેકગણો વધારો થવાનો અને મૂલ્યમાં પણ ઘટાડો થવાનો અંદાજ રિઝર્વ બૅન્કે જાહેર કર્યો છે.

Follow Me:

Related Posts