fbpx
રાષ્ટ્રીય

૮૦ ટકા પરિવારો કોરોના સારવારનો ખર્ચ ઉઠાવવામાં અસક્ષમઃ એનએસઓ સર્વે

ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૭૦ લાખને પાર પહોંચી ચૂકી છે. તેની સારવારનો ખર્ચ સામાન્ય માણસના ખિસ્સા બહારની વાત થઈ ગયો છે. અને આ જ કારણ છે કે, લોકોમાં વધતાં રોષની વચ્ચે મોટાભાદના રાજ્યોમાં કોરોનાની સારવારનાં ખર્ચની સીમા નક્કી કરી દેવાઈ છે. પણ હાલ પણ આ ખર્ચ એટલો મોંઘો છે કે, જાે ઘરનો એક વ્યક્તિ પણ તેની ચપેટમાં આવી જાય છે તો ૮૦ ટકા પરિવારોની આર્થિક સ્થિતિ ખરાબ થઈ જાય છે. આંકડાઓ પ્રમાણે જાે કોઈ વ્યક્તિને ૧૦ દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર કરાવવી પડે છે તો તેનું બિલ તેના પરિવારના માસિક ખર્ચ કરતાં વધારે હશે.
ની ૨૦૭-૧૮ના રિપોર્ટ પ્રમાણે સૌથી વધારે પ્રતિ વ્યક્તિ ખર્ચ દિલ્હીમાં છે. અહીં ૮૦ ટકા આબાદીના પ્રતિ વ્યક્તિ માસિક ખર્ચ ૫ હજાર રૂપિયાથી ઓછો છે. એટલે કે, ૫ લોકોના પરિવાર પર તે ૨૫ હજાર રૂપિયા થાય. દિલ્હીમાં સૌથી સસ્તા આઈસોલેશન બેડનું ૧૦ દિવસનું ભાડૂં ૮૦ હજાર રૂપિયા છે. આ ૮૦ ટકા આબાદીના માસિક ખર્ચથી ૩ ગણાં કરતાં પણ વધારે છે. અને જાે કોરોનાનો દર્દી વેન્ટિલેટર પર હોય તો આ ખર્ચ લાખો રૂપિયામાં થાય છે. કેમ કે, તેને ઠીક થતાં ૨-૩ અઠવાડિયાનો સમય લાગી જાય છે.
એક અંગ્રેજી અખબારે દેશના ૨૦ રાજ્યોમાં આઈસોલેશન બેડ, વેન્ટિલેટર વગર અને વેન્ટિલેટરની સાથે આઈસીયુ બેડ્‌સ પર થનાર ખર્ચ અને તે રાજ્યો પર પ્રતિ વ્યક્તિ ખર્ચની સરખામણી કરી. તેના પ્રમાણે સારવારના ખર્ચની સીમા નક્કી કર્યા બાદ પણ ૮૦ ટકા પરિવારો આ ખર્ચ ઉઠાવી શકતા નથી. તમામ રાજ્યોમાં કોરોનાની સારવાર મફતમાં થાય છે. પણ નોન-કોવિડ સમયમાં પણ ફક્ત ૪૨ ટકા દર્દીઓ જ સરકારી હોસ્પિટલમાં સારવાર કરાવે છે.

Follow Me:

Related Posts