fbpx
રાષ્ટ્રીય

સમલૈંગિક લગ્ન કરવા ઈચ્છતાં બે કપલની અરજી અંગે દિલ્હી હાઇકોર્ટે કહ્યું, આ નાગરિક અધિકારનો મામલો

સમલૈંગિક લગ્ન માટે કરવામાં આવેલી અરજી અંગે દિલ્હી હાઇકોર્ટમાં બુધવારે સુનાવણી કરવામાં આવી હતી. કોર્ટે હવે આ કેસમાં કેન્દ્ર સરકારને નોટિસ આપી દીધી છે. અરજદાર તરફથી માગ કરવામાં આવી છે કે સમલૈંગિક લગ્નને માન્યતા આપવામાં આવે અને એને સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ સામેલ કરવામાં આવે. હવે આ અંગે આગામી સુનાવણી ૮ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ થશે. દિલ્હી હાઈકોર્ટે પોતાની નોટિસમાં છે કે આ કોઈ સામાન્ય અરજી નથી, એવામાં કેન્દ્ર સરકારના પ્રતિનિધિ આને ગંભીરતાથી લે. આ નાગરિકના અધિકારોનો સવાલ છે. સુનાવણી દરમિયાન રજિસ્ટ્રારના વકીલે હતું કે સનાતન ધર્મના પાંચ હજાર વર્ષના ઈતિહાસમાં આ પ્રકારનો કેસ આવ્યો નથી. આ કેસમાં બે કપલ અરજદાર છે.એક વ્યક્તિને પોતાની મરજીની વ્યક્તિ સાથે લગ્ન કરવા માટે લિંગના આધારે અટકાવી દેવાઈ છે.
બીજું કપલ જેણે ન્યૂયોર્કમાં લગ્ન કર્યા હતા, પણ ભારતીય એમ્બેસીમાં તેમના લગ્નનું રજિસ્ટ્રેશન થઈ શક્્યું ન હતું.અરજદાર તરફથી મેનકા ગુરુસ્વામીએ દલીલ કરી છે કે અરજદારોને બિલ્ડિંગમાં ઘૂસવા દેવાશે નહીં, જે ન્યૂયોર્કથી તેઓ એક જજ છે, તેમની સાથે જ આવો વ્યવહાર કરવામાં આવ્યો. અરજદારે આજે હાઈકોર્ટમાં જણાવ્યું કે, જ્યારે તે સંબંધિત વિભાગ અધિકારી પાસે પોતાના લગ્નનું રજિસ્ટ્રેશન કરાવવા માટે ગયા તો તેના માટે તેમને ના પાડી દેવાઈ હતી. માત્ર તેમના વકીલને કહેવામાં આવ્યું કે,
તે સમાન લિંગ વાળું કપલ છે એટલા માટે તે લગ્ન ન કરી શકે. અરજદાર તરફથી રજુ થયેલા વકીલ મેનકા ગુરુસ્વામીએ કે, સાથી પસંદ કરવાના અધિકારના મામલામાં સમાન લિંગના આધારે કોઈ ભેદભાવ ન થઈ શકે, વિવાહના નિયમ પ્રકૃતિમાં નહીં પણ કાયદેસર છે. સુનાવણી દરમિયાન દિલ્હી હાઈકોર્ટે અરજદારોને એવું પણ પુછ્યું કે શું સંબંધિત અધિકારી દ્વારા લગ્નના રજિસ્ટ્રેશનની મંજૂરી ન મળ્યા પછી તેના વિરુદ્ધ સરકારને અપીલ કરી હતી. આ અંગે અરજદારે કે, આ પ્રકારના મામલામાં અપીલનો અધિકાર અમારી પાસે નથી અને અધિકાર ન હોવાના કારણે જ અમે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે. આ પહેલા પણ એક અરજીમાં કેન્દ્ર તરફથી કોર્ટમાં જવાબ આપવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારે ત્યારે કોર્ટમાં કહ્ય્šં હતું કે, તે આપણી સંસ્કૃતિનો ભાગ નથી, એવામાં આ કાયદાને કોઈ સ્થાન આપવામાં આવ્યું નથી.

Follow Me:

Related Posts