fbpx
રાષ્ટ્રીય

ચૂંટણીઓમાં જાહેર મંચ ઉપરથી વિરોધીઓને ચીમકી આપવી એ શાની નિશાની…..?

દેશમાં કોરોના મહામારીમાં કોરોના કેસોમાં ઘટાડો થવા સાથે બિહાર રાજ્યની ચૂંટણી સહિત દેશના વિવિધ રાજ્યોમાં ખાલી પડેલ ૬૬ બેઠકો માટેની પેટાચૂંટણીનો યોજવાની તૈયારીઓ થઈ ગઈ છે. તો ચૂંટણી પ્રચારમાં આક્ષેપો-પ્રતિઆક્ષેપોનો મારો પણ જાેરશોરથી ચાલી રહ્યો છે. ત્યારે આવા સમયે મધ્યપ્રદેશમાં ચૂંટણીપ્રચાર સભાને સંબોધતા ત્યાંની શિવરાજ સરકારના ઉચ્ચ શિક્ષણ મંત્રી મોહન યાદવે આકરા પાણીએ ચીમકી ભરી ભાષામાં વિરોધીઓ પર તડાફડી બોલાવતા હતું કે ભાજપના કાર્યકરો રસ્તા ઉપર ઉતરવાવાળા લોકો છે.વિરોધીઓને કઈ રીતે નિપટવુ તે જાણીએ છીયે. કોંગ્રેસ પર આકરી ભાષામાં ટીકાઓનો મારો કરતાં કે અમે લોકો કમજાેર નથી કે નથી નૌટંકી પર વિશ્વાસ રાખનારાઓ.તેમણે વિરોધીઓને ચેતવણીરૂપ માં કે જે લોકો અમારું ખરાબ કરવા ચાહે છે તેઓને ઘરમાંથી બહાર લાવીશું અને જમીનમાં દાટી જઈશું…..! તેના પ્રત્યુત્તરમાં કોંગ્રેસે હતું કે તેઓને પશુ મંત્રાલયના મંત્રી બનાવી દો…. ભાજપ સરકારના મંત્રી મોહન યાદવના નિવેદનના મતદારોમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. લોકોમાં ચર્ચા સાથે સવાલો ઉઠયા છે કે આવી ધમકીરૂપ ભાષાનો અર્થ શુ સમજવો…..? બીજી તરફ મધ્યપ્રદેશના હોશૌગાબાદના આદિવાસી વિસ્તારમાં આદિવાસી પ્રજા ઉપર સ્થાનિક તંત્ર અત્યાચાર ગુજારવામાં કાંઈ બાકી નથી રાખતું….. જેમાં આદિવાસી મહિલાઓને રાત્રે થાણામા બોલાવી હવસ સંતોષવામાં આવે છે જેથી આ પિડીત આદિવાસીઓ શિવરાજ સરકારની વિરોધમા રસ્તા ઉપર વિરોધ કરવા ઉતરી પડ્યા છે એટલે લોકોમાં સરકાર વિરુદ્ધ ભારે આક્રોશ છે઼…..! બીજી તરફ સિધીયા સમર્થકો અને ભાજપ કાર્યકરો વચ્ચે મારામારી, ગાલી ગલોચ સુધીની ઘટનાઓ બનતા અને તે ઘટનાનો વીડિયો વાયરલ થતાં ભાજપ ભીસમા મુકાઇ ગયો છે…..! અને તેમાં પણ સિંધિયા ૨૮ બેઠક ઉપર સતત પ્રચાર કરવામાં ગળાડૂબ બની ગયા હતા તથા મુખ્યમંત્રી શિવરાજ સિંહ સાથે કેટલીક જન સભાઓ પણ સંબોધી છે. ત્યારે ભોપાલ નીકળેલી ભાજપની પ્રચાર રથયાત્રાના પોસ્ટરમાં ભાજપ નેતાઓ સિવાય કોઈના પોસ્ટર નથી. ઉપરાંત તેના પોસ્ટરમાં લખ્યું છે “શિવરાજ હૈ તો વિશ્વાસ હૈ” તો સિંધિયાના નામનો કે નિશાન નો કોઈ ઉલ્લેખ નથી.જેથી સિરીયા આને તેઓના સમર્થકો નારાજ છે…..! જયારે ચંબલ ગ્વાલીયર વિસ્તારમાં ચૂંટણી પ્રચારમાં ગયેલા સિધીયાનું સ્વાગત કરવા ગયેલા તેમના સમર્થકો અને ભાજપ કાર્યકરો વચ્ચે મોટી બબાલ થઈ હતી….! જેમાં બોલાચાલી પછી ખાલી ગલોચ થઈ અને બુટ ચંપલ સાથે ઝપાઝપી પણ થઈ ગઈ હતી જેના વીડિયો વાયરલ થતાં ભાજપ માટે અને સિંધિયા માટે મુશ્કેલી ઉભી થવાની શક્્યતા વધી ગઈ છે…..!“ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ સોમવારે સુરખી વિધાનસભા મતવિસ્તારમાં પ્રચાર કરવા ગયા હતા. ત્યારે એક સભાને સંબોધન કરતા જાેશમાં આવી ગયા હતા અને “અભી તો મૈ જવાન હૂં” કહીને લોકોને મળવા મંચ પરથી કૂદી પડ્યા ત્યારે સુરક્ષા કર્મીએ તેઓને પડતા બચાવી લીધા હતા. જાેકે તેમણે મોંઘવારી, બેરોજગારી, ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા સાથે લોકોએ ચુટેલ કોંગ્રેસની સરકારને પાડી દેવામા આવી તેની વાત કરી મતદારોને હિસાબ ચૂકતે કરવા અપીલ કરી હતી. તો અહીંયા પણ હાથરસની દુર્ઘટના ઉપરાંત મધ્યપ્રદેશમાં ઘટેલી દુષ્કર્મ ઘટનાઓને કારણે લોકોમાં આક્રોશ છે.તો ખેડુતો અને મજૂરોમા સરકાર સામે આક્રોશ છે…..!! બાકી તો સમય બતાવશે તે લોકો કઈ રીતે….. કઈ તરફ ખેંચાયા છે…..!

Follow Me:

Related Posts