fbpx
રાષ્ટ્રીય

ઉત્તર પ્રદેશમાં ધોળા દિવસે ભાજપના નેતાએ યુવકની ગોળી મારી કરી હત્યા

ઉત્તર પ્રદેશના બલિયામાં સરકારી કોટાની દુકાનને લઇને થયેલા વિવાદમાં એસડીએમ અને સીઓની સામે જ ધોળા દિવસે ભાજપના એક નેતાએ ગોળી મારીને એક યુવકની હત્યા નિપજાવી. મૃતકના ભાઈનો આક્ષેપ છે કે, પોલીસે આરોપીને ભગાડવામાં મદદ કરી છે. હત્યાની ઘટના દુર્જનપુર ગામમાં બની છે. ગોળીબાર થતા ઘટના સ્થળે નાસભાગ મચી ગઇ હતી. ગોળી વાગવાથી ઘાયલ થયેલા યુવકને તાત્કાલીક હોસ્પિટલ લઇ જવામાં આવ્યો.
પરંતુ ત્યાં તેનું મોત નિપજ્યું હતુ. યુવકને ગોળી વાગતાની સાથે જ અધિકારીઓ સહિત અન્ય લોકો ત્યાંથી નાસી ગયા. નાસભાગનો ફાયદો ઉઠાવીને આરોપી એવો ભાજપનો નેતા ધીરેન્દ્ર સિંહ પણ ત્યાંથી ફરાર થઇ ગયો. બાદમાં પોલીસે તેની ધરપકડ કરી લીધી. રાજ્યના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ઘટનાને ગંભીરતાને જાેતા કડક કાર્યવાહી કરી છે. અને એસડીએમ. સીઓ અને અન્ય અધિકારીઓને તાત્કાલીક પ્રભાવથી સસ્પેન્ડ કરી દેવાનો આદેશ કર્યો. ગામમાં તણાવ પ્રસરતા ત્યાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરી દેવાયો છે.

Follow Me:

Related Posts