fbpx
રાષ્ટ્રીય

સ્થાનિક મેન્યૂફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકારે તાત્કાલિક અસરથી રેફ્રિજરન્ટ્‌સ અને એસીના આયાત પર લગાવ્યો પ્રતિબંધ

કેન્દ્ર સરકારે તાત્કાલિક અસરથી રેફ્રિજરન્ટ્‌સની સાથે એર કન્ડીશનરના આયાત પ્રતિબંધ લગાવી દીધો છે. તેના માટે અધિસૂચના જાહેર કરી દેવામાં આવી છે. સ્થાનિક મેન્યૂફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા અને બિનજરૂરી સામાનના આયાતમાં ઘટાડો લાવવાના ઈરાદાથી આ પગલાં ભર્યા છે. વિદેશી વેપાર મહાનિદેશાલયએ એક અધિસૂચનામાં કે, રેફ્રિજરન્ટ્‌સની સાથે એર કન્ડીશનરના આયાતને લઈ નીતિ સંશોધિત કરવામાં આવી છે. તે મુજબ તેને મુક્ત શ્રેણીમાંથી હટાવીને પ્રતિબંધાત્મક યાદીમાં મૂકવામાં આવ્યું છે. સરકાર સ્થાનિક મેન્યૂફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા અને બિનજરૂરી સામાનોના આયાતમાં ઘટાડો લાવવા માટે પગલાં ભરી રહી છે.
આ પહેલા જૂન મહિનામાં સરકારે કાર, બસ અને મોટરસાઇકલમાં ઉપયોગમાં લેવાતા ન્યૂમેટિક ટાયરના આયાત પર પ્રતિબંધ લગાવી દીધો હતો. હવે આલ્કોહોલ બેઝ્‌ડ હેન્ડ સેનિટાઇઝરની નિકાસ કરી શકાશે. કોરોના મહામારીમાં ભારત સહિત સમગ્ર દુનિયામાં હેન્ડ સેનિટાઇઝરની માંગમાં ઘણો વધારો જાેવા મળી રહ્યો છે. બીજી તરફ ભારતીય સેનિટાઇઝર કંપનીઓ પોતાની પ્રોડક્ટ દુનિયાના બજારોમાં વેચવા માંગે છે.
આ બાબતોને ધ્યાને લઈ કેન્દ્ર સરકારે આ અગત્યનો ર્નિણય લીધો છે. આ પહેલા ભારતમાં કોરોના વાયરસના વધતા કેસોને જાેતાં કેન્દ્ર સરકારે તેના નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. પરંતુ ડિમાનડથી વધુ ઉત્પાદન થવાની સ્થિતિમાં આવતાં જ કેન્દ્ર સરકારે આ નિયમોમાં છૂટ આપવાનો ર્નિણય લીધો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે પોતાના ૧ જૂન ૨૦૨૦ના નોટિફિકેશનમાં સંશોધન કરતાં ર્નિણય લીધો છે કે ડિસ્પેન્સર પંપની સાથે કન્ટેનરમાં આલ્કોહોલ આધારિત હેન્ડ સેનિટાઇઝરનો નિકાસ કરી શકાશે. ગુરૂવારે જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે આ સંશોધન તાત્કાલિક પ્રભાવથી લાગુ થશે.

Follow Me:

Related Posts