fbpx
રાષ્ટ્રીય

મુખ્યપ્રધાનની વડાપ્રધાનને સહાયની અપીલ તેલંગાણા અને આંધ્રમાં ભારે વરસાદને પગલે ૫૦ લોકોના મોત, કરોડોનું નુકસાન

દેશમાં ઉત્તર રાજ્યોમાં ભારે વરસાદ અને તબાહી બાદ મેઘરાજાએ દક્ષિણ ભારતમાં મીટ માંડી છે. તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં ધોધમાર વરસાદને કારણે અનેક લોકોના મોત થયા છે અને કરોડોનું નુકસાન થયું છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદને પગલે અનેક જગ્યાએ પાણી ભરાયાં છે અને પૂર જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ છે. ગુરુવારે મળેલી માહિતી મુજબ સમગ્ર રાજ્યમાં વરસાદ અને વરસાદને કારણે થેયલા હાદસાઓમાં કુલ ૫૦ લોકોના મોત થયા છે.આ સિવાય આંધ્રપ્રદેશમાં પણ ધોધમાર વરસાદને કારણે ૧૧ લોકોના મોત થયા છે.
જ્યારે પુનામાં ૪ લોકોના મોત થયા હોવાની શંકા છે. આમ, ત્રણેય રાજ્યોમાં મળી અતિવૃષ્ટીને કારણે કુલ ૬૫ લોકોના મોત થયા હોવાની પુષ્ટી થઈ છે.તેલંગાણાના મુખ્યપ્રધાન કેસી રાવએ મૃતકોના પરિવારને આર્થિક સહાય કરવાની જાહેરાત કરી છે. સીએમએ જણાવ્યું કે આ અતિવૃષ્ટીથી સમગ્ર રાજ્યમાં લગભગ ૫૦૦૦ કરોડ જેટલું નુકસાન થયું છે. જેમાં હૈદરાબાદ શહેર અધિક પ્રભાવિત થયું છે.મુખ્યપ્રધાને વડાપ્રધાનને સહાયની અપીલ કરી છે.
ભારે વરસાદને પગલે થયેલા નુકસાનને પહોંચી વળવા અને તેમાંથી ઉભરવા કેસીઆરએ પીએમ મોદીને ૧૩૫૦ કરોડની તાત્કાલિક સહાયની અપીલ કરી છે.તેલંગાણા અને આંધ્રપ્રદેશ સિવાય મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદની સ્થિતિ છે. ગુરૂવારે પુનામાં અને મુંબઈમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જ્યારે શહેર નજીકના અનેક ગામો પણ પ્રભાવિત થયા છે. પુનામાં વરસાદને કારણે ૪ લોકોના મોત થયા છે.

Follow Me:

Related Posts