fbpx
રાષ્ટ્રીય

પીએમ મોદી ૨૩ ઓક્ટોબરથી શરૂ કરશે મિશન બિહાર, ૧૨ રેલીઓને કરશે સંબોધિત

બિહારમાં વિધાનસભા ચૂંટણીને લઈને બીજેપી જેડીયુએ પ્રચાર અભિયાન તેજ કરી દીધું છે. પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી ખૂબ જ ઝડપથી બિહાર ચૂંટણીમાં પ્રચાર માટે ઝંપલાવશે. બીજેપી તરફથી અપાયેલી જાણકારી મુજબ પ્રધાનમંત્રી બિહારમાં ૧૨ રેલીઓને સંબોધિત કરશે. ૨૩ ઓક્ટોબરથી મિશન બિહારને પ્રાધાન્ય આપશે. પીએમ મોદી સાથે દરેક મંચ પર જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ અને બિહાર મુખ્યમંત્રી નીતિશકુમાર સાથે રહેશે. પીએમ મોદી દરરોજ ૩ રેલીઓને સંબોધિત કરશે. ૨૩મી ઓક્ટોરબરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પહેલી રેલી સાસારામ, ગયા અને ભાગલપુરમાં થશે. જ્યારે ૨૮ ઓક્ટોબરે બીજી રેલી દરભંગા, મુજફ્ફરપુર અને પટનામાં થશે.
૧ નવેમ્બરે તીજી રેલી છપરા, મોતિહારી અને સમસ્તીપુરમાં થશે. જ્યારે ૩ નવેમ્બરે સહરસા, અરરિયા અને બૈતિયામાં રેલીઓને સંબોધશે. જણાવી દઈએ કે બિહારમાં એનડીએએ પોતાનો પ્રચાર તોફાની રીતે ચાલુ કરી દીધો છે. નીતિશ કુમાર હવે સતત જનસભાઓ કરી રહ્યા છે. પહેલા તેઓ ફક્ત વચ્ર્યુઅલ રેલી કરી રહ્યા હતા. પરંતુ હવે તેઓ એક્ચયુઅલ રેલી પણ કરી રહ્યા છે. ત્યાં બીજેપી તરફીત પાર્ટી પ્રમુખ જેપી નડ્ડા સતત બિહારમાં પ્રચાર કરી રહ્યા છે. હવે ૨૩મીથી પ્રધાનમંત્રી પોતે બિહાર ચૂંટણીના રણમેદાનમાં ઉતરશે. આ વખતે પણ બિહારમાં એનડીએમાં જેડીયુ જ મોટા ભાઈ બનીને સામે આવી છે.
સીટોની વહેંચણીમાં જેડીયુને ૧૨૨ અને ભાજપાને ૧૨૧ સીટો મળી હતી. એમાંથી જેડીયુએ પોતાની કોટામાંથી જીતનરામ માંઝીની હમ પાર્ટીને ૭ સીટો આપી હતી. જ્યારે કે બીજેપીએ પોતાના ક્વોટામાંથી મુકેશ સહની ની વીઆઈપીને ૧૧ સીટો આપી હતી. ત્યાં આ વખતે લોકજનશક્તિ પાર્ટી એનડીએનો ભાગ નથી. ચિરાગ પાસવાન પહેલેથી જ નીતિશકુમારથી વિરુદ્ધ છે. અને તેમણે એકલા ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે. ભાજપાના કેટલાય નેતા લોજપામાં શામિલ થઈ ચૂક્્યાછે. ત્યાં ચિરાગ પાસવાન સતત હુંકાર કરી રહ્યા છે કે આ વખતે ભાજપાની આગેવાનીમાં સરકાર બનશે અને લોજપા તેમની સાથે રહેશે.

Follow Me:

Related Posts