fbpx
રાષ્ટ્રીય

પંજાબ વિધાનસભામાં નવા કૃષિ બિલ વિરુદ્ધ પ્રસ્તાવ કરાયો રજુ

મુખ્યમંત્રી અમરિંદરે રાજીનામું ખિસ્સામાં લઈને ફરું છુંપંજાબ વિધાનસભામાં મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે મંગળવારે કેન્દ્ર સરકારના કૃષિ બિલો અને પ્રસ્તાવિત ઈલેક્ટ્રિસિટી(અમેન્ડમેન્ટ) બિલ વિરુદ્ધ પ્રસ્તાવ(રિઝોલ્યૂશન)રજુ કર્યું. મુખ્યમંત્રીએ કે, કેન્દ્રના ત્રણ કૃષિ બિલ અને પ્રસ્તાવિત ઈલેક્ટ્રિસિટી બિલ ખેડૂતો અને જમીન વગરના મજૂરોના હિતોના વિરુદ્ધ છે. કેન્દ્રના બિલો વિરુદ્ધ અમરિંદર સરકારે પોતાના ૩ બિલ રજુ કર્યા. અમરિંદરે કે, ઓપરેશન બ્લૂ સ્ટારના સમયે પણ મેં પદ છોડી દીધું હતું. મને રાજીનામું આપવાની બીક નથી લાગતી, હું તો રાજીનામું ખિસ્સામાં લઈને ફરું છું. સરકાર બરતરફ થવાની બીક નથી,પણ ખેડૂતોને હેરાન નહીં થવા દઉં, ન્યાય માટે લડીશ. અમરિંદરે કેન્દ્રના કાયદા અંગે કે, જાે કેન્દ્ર સરકારે તેમના કૃષિ કાયદાને રદ્દ કરવામાં નહીં આવે તો નવયુવાનો, ખેડૂતો સાથે મળીને રસ્તા પર ઉતરી શકે છે, જેનાથી નાસ ભાગ મચી શકે છે. આ સમયે ચીન અને પાકિસ્તાન એક છે અને તે પંજાબના આ જ માહોલને ખરાબ કરવામાં કંઈ બાકી નહીં રાખે, એટલા માટે પોતાના કૃષિ કાયદાને રદ કરી દેવા જાેઈએ.
પંજાબ સરકારે આ ત્રણ બિલ રજુ કર્યા
ફાર્મર્સ પ્રોડ્યુસ ટ્રેડ એન્ડ કોમર્સ(પ્રમોશન એન્ડ ફેસિલિટેશન) સ્પેશ્યિલ પ્રોવિજન્સ એન્ડ પંજાબ અમેન્ડમેન્ટ બિલ
ધ એસેન્શિયલ કમોડિટીઝ(સ્પેશિયલ પ્રોવિજન્સ એન્ડ પંજાબ અમેન્ડમેન્ટ) બિલ
ધ ફાર્મર્સ(એમ્પાવરમેન્ટ એન્ડ પ્રોટેક્શન) એગ્રીમેન્ટ ઓન પ્રાઈસ એશ્યોરેન્સ એન્ડ ફાર્મ સર્વિસેજ(સ્પેશ્યિલ પ્રોવિજન્સ એન્ડ પંજાબ અમેન્ડમેન્ટ બિલ)
કૃષિ કાયદા અંગે બોલાવવામાં આવેલા પંજાબ વિધાનસભાના બે દિવસના વિશેષ સત્રના પહેલા દિવસે હાઈ વોલ્ટેજ ડ્રામા થયો હતો. અકાલી નેતા ટ્રેક્ટર અને આપના ધારાસભ્ય કાળાં કપંડા પહેરીને પહોંચ્યા હતા. રાજ્ય સરકાર તરફથી કૃષિ કાયદા વિરુદ્ધ લાવવામાં આવી રહેલા બિલની કોપી ન મળવાથી વિપક્ષે ઘણો હોબાળો કર્યો હતો, જેના વિરોધમાં આપના ધારાસભ્ય આખી રાત ગૃહમાં જ ધરણાં પર બેઠા રહ્યા હતા. સ્પીકરે હતું કે બિલમાં તમામ કાયદાકીય પાસાઓને ધ્યાનમાં રાખવામાં આવી રહ્યા છે. મંગળવારે બિલ ગૃહમાં રાખવામાં આવશે. સરકારનો પ્રયાસ છે કે બિલમાં એવો કોઈ કાયદાકીય પાસું ન રહી જાય, જેનાથી કોર્ટમાં મુશ્કેલી થાય. બિલ એટલા માટે પણ જરૂરી છે, કારણ કે એના આધારે જ યુપીએ અન્ય બિનભાજપ રાજ્યોમાં આવા બિલને પસાર કરવા માટે કહેશે. આ પહેલાં આપ ધારાસભ્ય હરપાલ ચીમા ધારાસભ્યો સાથે સરકાર વિરુદ્ધ નારાબાજી કરતાં સ્પીકર સામે આવ્યા અને બિલની કોપી માગી. અકાલી દળે પણ આપને સાથ આપ્યો.
જ્યારે બન્ને પક્ષનો હોબાળો નહીં તો સ્પીકરે કાર્યવાહી મંગળવાર સવારે ૧૦ વાગ્યા સુધી સ્થગિત કરી દીધી. તો આ તરફ કોપી ન મળવા અંગે આપ નેતાઓએ ગૃહની અંદર આખી રાત ધરણાં કર્યા. આ પહેલા સત્રની શરૂઆત શહીદોને શ્રદ્ધાંજલિ આપીને થઈ હતી. આ દરમિયાન આઠ રિપોટ્‌ર્સને ગૃહમાં રાખવામાં આવ્યા હતા. સ્પીકર કેપી સિંહે હતું કે બિઝનેસ એડવાઈઝરી કમિટીએ ર્નિણય કર્યો છે કે સત્ર કૃષિ કાયદાને રદ કરવા માટે બોલાવ્યું છે, એટલા માટે ગૃહમાં અન્ય કામોને સ્થગિત કરી દેવામાં આવે. સરકારે કાયદાઓને રદ કરવા માટે બિલ તૈયાર કરી લીધું છે, પણ આ મુદ્દો મોટો છે, એટલા માટે એ અંગે દરેક પાસેથી કાયદાકીય મંતવ્ય લીધા પછી જ સરકાર એને ગૃહના પટલ પર રાખશે. એટલા માટે એમાં થોડોક સમય જાેઈએ. નાણામંત્રી બાદલે હતું કે બિલમાં તમામ જરૂરી વાતો, કાયદાકીય પાસાઓ અને દરેક એન્ગલની તપાસ કરવામાં આવી રહી છે. એટલા માટે કોપી કોઈને આપી ન શકાય.

Follow Me:

Related Posts