fbpx
રાષ્ટ્રીય

બિહારના ભાજપા નેતા રાજીવ પ્રતાપ રુડી અને શાહનવાઝ હુસૈન કોરોના સંક્રમિત

બિહાર વિધાનસભા ચૂંટણી માટે તમામ પક્ષો તરફથી પ્રચાર અભિયાન ચાલી છે. આ દરમિયાન બિહારના ભાજપાના બે દિગ્ગજ નેતા રાજીવ પ્રતાપ રુડી અને શાહનવાઝ હુસૈનનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદી અને સ્વાસ્થ્ય મંત્રી મંગલ પાંડેયની તબિયત પણ લથડી છે. જાેકે, સુશીલ મોદીનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે પરંતુ આ બંને નેતાઓએ હાલમાં પોતાને આઈસોલેટ કરી લીધા છે.
ભારતીય જનતા પાર્ટીના નેતા શાહનવાઝ હુસૈને પોતાના ટ્‌વીટર એકાઉન્ટ પર ટ્‌વીટ કરીને કહ્ય્šં હતું કે, હું કેટલાક એવા લોકોના સંપર્કમાં આવ્યો હતો કે જે કોરોના સંક્રમિત હતા. આજે મેં મારો ટેસ્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ આવ્યો છે. છેલ્લા થોડા દિવસમાં મારા સંપર્કમાં આનેલા તમામ લોકોને હું અપીલ કરું છું કે તેઓ સરકાર ગાઈડલાઈન્સ પ્રમાણે પોતાનો કોરોનાનો રિપોર્ટ કરાવી લે.
નોંધનીય છે કે કોરોના વાયરસના સંકટ દરમિયાન બિહાર વિધાનસભાની ચૂંટણી ત્રણ તબક્કાઓમાં થઈ રહી છે. પહેલા તબક્કા માટે ૨૮ ઓક્ટોબરના રોજ મતદાન થશે. જ્યારે ૧૦ નવેમ્બરના રોજ તેનું પરિણામ જાહેર કરવામાં આવશે. પહેલા તબક્કામાં ૧૬ જિલ્લાઓની ૭૧ બેઠકો પર મતદાન થશે જ્યારે બીજા તબક્કામાં ૧૭ જિલ્લાની ૯૪ બેઠકો પર મતદાન થશે. આ ઉપરાંત ત્રીજા અને અંતિમ તબક્કામાં ૧૫ જિલ્લાની ૭૮ બેઠકો પર મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

Follow Me:

Related Posts