fbpx
રાષ્ટ્રીય

લેહને ચીનનો હિસ્સો ગણાવતા ભારત સરકારે ટિ્‌વટરની ઝાટકણી કાઢી

ભારત સરકારે ટિ્‌વટરના સીઈઓ જેક ડોર્સીને ખુબ ફટકાર લગાવી છે. કંપનીના પ્લેટફોર્મ પર ભારત અંગે ખોટી જાણકારી અપાઈ હતી. ડોર્સીને લખાયેલા પત્રમાં ઈન્ફોર્મેશન ટેક્નોલોજી સચિવ અજય સાહનીએ ઝાટકણી કાઢતા કે આવી કોઈ કોશિશ સહન કરાશે નહીં. સાહનીએ લખ્યું કે ટિ્‌વટર દેશના સાર્વભૌમત્વ અને અખંડિતતાનું અપમાન કરનારી કોઈ હરકત ન કરે. જાણીતી માઈક્રોબ્લોગિંગ સાઈટ ટિ્‌વટર પર લેહને ચીનનો હિસ્સો ગણાવવામાં આવી રહ્યો હતો. ભારતીય યૂઝર્સના આકરા વિરોધ બાદ ટિ્‌વટરે જિયોટેગમાં આ ભૂલ દૂર કરી દીધી હતી.
આઈટી સચિવ અજય સાહનીએ ટિ્‌વટરને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધુ કે લેહ કેન્દ્ર શાસિત પ્રદેશ લદાખનો હિસ્સો છે અને લદાખ જમ્મુ અને કાશ્મીર ભારતના અભિન્ન ભાગ છે. જે ભારતના બંધારણ દ્વારા શાસિત છે. તેમણે કે ટિ્‌વટરે ભારતના લોકોની ભાવનાનું સન્માન કરવું જાેઈએ. ટિ્‌વટર દ્વારા ભારતના સાર્વભૌમત્વ અને અખંડિતતા- જે નક્શા દ્વારા પણ પરિલક્ષિત થાય છે, તેની સાથે કરાયેલું અપમાન સહન કરાશે નહીં અને તે કાયદાનો ભંગ ગણાશે. ટિ્‌વટરને આકરી ચેતવણી આપતા આઈટી સચિવે લખ્યું કે આવા કાર્યોથી ટિ્‌વટરની પ્રતિષ્ઠા ખરડાય છે અને તટસ્થતા તથા નિષ્પક્ષતા ઉપર સવાલ ઊભા થાય છે.
અત્રે જણાવવાનું કે ગત રવિવારે ટિ્‌વટરની આ હરકતની જાણ થઈ હતી. વાત જાણે એમ છે કે નેશનલ સિક્્યુરિટી એનાલિસ્ટ નીતિન ગોખલેએ રવિવારે લેહના જાણીતા વોર મેમોરિયલથી ટિ્‌વટર લાઈવ કર્યું તો ચોંકી ગયા. તેમને લોકેશન જમ્મુ અને કાશ્મીર, પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈના બતાવતું હતું. ત્યારબાદ અનેક યૂઝર્સે પણ લેહથી લાઈવ કરવાની કોશિશ કરી પણ ટિ્‌વટર તેને ચીનનો ભાગ જ ગણાવતું . લોકો ટિ્‌વટરની આ હરકત વિરુદ્ધ કડક કાર્યવાહીની માગણી કરતા હતા.

Follow Me:

Related Posts