fbpx
રાષ્ટ્રીય

વડાપ્રધાને વીડિયો કોન્ફરન્સથી પ.બંગાળની જનતા સાથે દુર્ગાપૂજામાં જાેડાયા આત્મનિર્ભર ભારતમાં નારી શક્તિની ભૂમિકા મોટીઃ મોદી

બંગાળે દરેક સમયે દેશની સેવા કરી,વડાપ્રધાને બંગાળની ધરતી સાથે જાેડાયેલા તમામ મહાપુરુષોને યાદ કર્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પશ્ચિમ બંગાળની જનતા સાથે દુર્ગાપૂજામાં જાેડાયા હતાં. જ્યાં મહિલાઓએ શંખ વગાડીને પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. આસનસોલના ભાજપના સાંસદ બાબુલ સુપ્રિયોએ પણ રવીન્દ્ર સંગીતનું ગીત સંભળાવ્યું હતું. બંગાળનો સૌથી મોટો ઉત્સવ દુર્ગાપૂજા આજથી શરૂ થઈ ગયો છે. આ પ્રસંગે મોદી ત્યાંના લોકોને પૂજા શુભેચ્છાઓ આપી હતી. વડાપ્રધાને અહીં નારી શક્તિના મહિમાના ગુણગાન ગાયા હતાં.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હતું કે, મને લાગે છે કે હું બંગાળમાં જ છું. બંગાળની ધરતીને નમન. દુર્ગા પૂજાનું પર્વ એકતાનું પર્વ છે. સમગ્ર દેશ બંગાળમય થાય, બંગાળની ધરતી સાથે જાેડાયેલા તમામ મહાપુરૂષોને યાદ કર્યાં હતાં અને તેને નમન કર્યાં હતાં.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરૂવારે આ કાર્યક્રમને સંબોધીત કર્યું છે. પીએમએ પોતાના સંબોધનની શરૂઆત બંગાળી ભાષામાં કરી છે. પીએમે કે, મહિષાસુરનો વધ કરવા માટે માતાનો એક અંશ જ કાફી હતો, પરંતુ આ કાર્ય માટે તમામ દૈવી શક્તિઓ સંગઠીત થઈ ગઈ હતી. આમ નારી શક્તિઓ હંમેશાથી તમામ પડકારોને પરાસ્ત કરવાની તાકાત ધરાવે છે. માટે સૌકોઈનું દાયિત્વ છે કે, સંગઠીત રીતે સૌકોઈ તેમની સાથે રહે. ભાજપના વિચાર પણ આ જ છે, સંસ્કાર પણ આ જ છે અને સંકલ્પ પણ આ જ છે.
પોતાની સરકારની સફળતાઓ ગણાવતા તેમણે હતું કે, બળાત્કારમાં સજાની જાેગવાઈઓને વધારે આકરી બનાવવામાં આવી છે, દુરાચાર કરનારાઓને મૃત્યુદંડ સુધીની જાેગવાઈઓ કરવામાં આવી છે. ભારતે જે સંકલ્પ લીધો છે -આર્ત્મનિભર ભારતના જે અભિયાન પર આપણે આગળ વધી રહ્યાં છીએ તેમાં પણ નારી શક્તિની ખુબ મોટી ભૂમિકા છે. પીએમ મોદીએ એમ પણ હતું કે, ભક્તિની શક્તિ એવી છે કે દિલ્હી જ નહીં પરંતુ બંગાળમાં હું છું. જ્યારે માં દુર્ગાનો આશિર્વાદ તો સમગ્ર દેશ આજે બંગાળ થઈ જાય છે. પીએમએ છે કે, બંગાળની ધરતીથી નિકળેલા લોકોએ શસ્ત્ર અને શાસ્ત્રોમં માં ભારતીની સેવા કરી છે.
પીએમ મોદીએ કોરોનાને લોકોને સાવધાની દાખવવાની સલાહ આપી હતી. તેમણે હતું કે, કોરોના મહામારી વચ્ચે પણ આપણે દુર્ગાપૂજા મનાવી રહ્યાં છીએ. દુર્ગા ભક્તો, પંડાલના આયોજકોએ આ વખતે ખુબ જ સંયમ દેખાડવાનો છે. સંખ્યા પર ભલે તેની અસર પડે પરંતુ ભવ્યતા તો એ જ છે. આયોજન ભલે મર્યાદિત રહ્યા હોય પણ ઉલ્લાસ અમર્યાદિત છે. દિવ્યતા પણ એ જ છે. આ જ તો બંગાળની ઓળખ છે. મારો આપ સૌને એક જ આગ્રહ છે કે, માં દુર્ગાની પૂજાની સાથો સાથ દો ગજ કી દૂરી, માસ્ક પહેરવા અને તમામ નિયમોનું ફરજીયાત રીતે પાલન કરો.
પીએમ મોદીએ બંગાળના ઘણા સ્વતંત્રતા સેનાનીઓને યાદ કર્યાં હતાં. પીએમ મોદીએ કે, આજે નેતાજી સુભાષ ચંદ્ર બોઝ, સ્વામી વિવેકાનંદ સહિત અન્ય લોકોને યાદ કરવાનો દિવસ છે. આજે ભારતને સંભાળવામાં બંગાળનું મોટુ યોગદાન છે.
પીએમ મોદીએ હતું કે, કલા અને સંગીતના ક્ષેત્રમાં પણ બંગાળે દેશનું નામ રોશન કર્યું છે. બંગાળના અવીન્દ્રનાથ ટૈગોરે ભારત માતાની દુર્ગા રૂપનો ફોટો બનાવ્યો હતો. આજે આપણે કોરોના સંકટ વચ્ચે દુર્ગાપૂજા મનાવી રહ્યાં છીએ. તમામ પુત્રીને દુર્ગાની જેમ સમ્માન કરવાની શીખ દેવામાં આવે છે. દુર્ગાપૂજા ત્યારે જ પૂર્ણ થાય છે. જ્યારે આપણે કોઈનું દુઃખ દુર કરે છે.

Follow Me:

Related Posts