fbpx
રાષ્ટ્રીય

બિહાર ચૂંટણી જંગઃ દરભંગા રેલીમાં વડાપ્રધાનના વિપક્ષ પર ચાબખાં ભૂતકાળની સરકારનો મંત્ર હતો ‘પૈસા હજમ પરિયોજના ખતમ મોદી

ભાજપ અને એનડીએની ઓળખ છે કે જે કહે છે તે કરી બતાવે છે, અમને રામ મંદિરની તારીખ પુછનારા આજે મજબુરીમાં તાળીઓ વગાડી રહ્યાં છે,જંગલરાજના યુવરાજ પાસેથી તમે શું અપેક્ષા રાખશો?,કુશાસન લાવનારા લોકો ફરી તક શોધી રહ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે બિહારના દરભંગામાં ચૂંટણી રેલી યોજી હતી. તેમણે હતું કે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ શરૂ થઈ છે. જે લોકો પહેલાં એની તારીખ પૂછતા હતા, હવે તેઓ પણ તાળીઓ પાડી રહ્યા છે. પહેલાંની સરકારોનો મંત્ર હતો- પૈસા હજમ, પરિયોજના ખત્મ. બિહારમાં જંગલરાજ લાવીને લૂંટનારાઓને હરાવીશું.
મિથિલાના મહાન લેખક વિદ્યાપતિજીએ સીતા મૈયાને પ્રાર્થના કરી હતી. આજે નીતીશજીના નેતૃત્વમાં પાછલાં ૧૫ વર્ષમાં એમાં ઘણી પ્રગતિ થઈ છે. સદીઓની તપશ્ચર્યા બાદ હવે અયોધ્યામાં ભવ્ય બાંધકામ શરૂ થયું છે. જે રાજકીય લોકો વારંવાર તારીખો માગતા હતા, હવે તેઓ પણ ખૂબ જ મજબૂરીમાં તાળીઓ પાડી રહ્યા છે. માતા સીતાના આ ક્ષેત્રમાં આવીને હું આ સ્થાનના લોકોને રામ મંદિરના નિર્માણ બદલ અભિનંદન આપું છું, કારણ કે તમે તેના મુખ્ય હકદાર છો. ભાજપ અને એનડીએની ઓળખ એ છે કે તેઓ જે કહે છે એ કરે છે.
પહેલાંની સરકારોનો મંત્ર હતો- રૂપિયા હજમ, પરિયોજના ખત્મ. તેમને કમિશન શબ્દથી એટલો પ્રેમ હતો કે તેમણે કનેક્ટિવિટી તરફ ધ્યાન આપ્યું નહીં. કોસી બ્રિજ સાથે શું થયું, હું ખૂબ જ સારી રીતે જાણું છુે કેન્દ્રમાં એનડીએની સરકાર બન્યા પછી અને અહીં નીતીશજીનો સહયોગ મળવાના કારણે આ સેતુનું નિર્માણ પૂર્ણ થયું. એનાથી ૩૦૦ કિમી વચ્ચેનું અંતર ફ્ક્ત ૨૦-૨૨ કિલોમીટરમાં સમેટાઈ ગયું. બિહારના લોકો આવા જ વિકાસનાં કામોને ધ્યાનમાં રાખીને મતદાન કરશે.
તેમની તાલીમ કમિશનખોરીની હોય, તેઓ બિહારના હિતમાં ક્્યારેય વિચારી શકતા નથી. આવા લોકોના શાસનમાં ગુનાઓ એટલા વધ્યા છે કે લોકોનું જીવવું પણ હરામ થઈ ગયું છે. આ તેવા લોકો છે કે જેઓ દેવામાફીમાં પણ કૌભાંડ કરી રહ્યા છે, આ તેવા લોકો છે, જેઓ રોજગાર આપવામાં પણ કમાણીનો રસ્તો અપનાવે છે. તેઓ બિહારના વિકાસની પરિયોજનાઓના રૂપિયા પર નજર રાખીને બેઠા છે.
આજે ખેડૂતોનાં ખાતાંમાં એક લાખ કરોડ રૂપિયા જમા થયા છે. આશરે ૪૦ કરોડ લોકોનાં ખાતાં ખોલાયાં છે. અમે હતું કે દરેક ગરીબ દીકરીનાં ઘરે અમે મફત ગેસ-કનેક્શન આપીશું, અમે બિહારની લગભગ ૯૦ લાખ દીકરીને ધુમાડાથી મુક્ત કરી છે. અમે મફત સારવાર આપવાનું વચન આપ્યું હતું, આજે બિહારના દરેક ગરીબને આ સુવિધા આપવામાં આવી રહી છે.
જે લોકોએ બિહારને કુશાસન આપ્યું, તે લોકો ફરીથી તક શોધી રહ્યા છે. જે લોકોએ બિહારના લોકોને પલાયન આપ્યું આબે પોતાનાઓને હજારો કરોડો રૂપિયાના માલિક બનાવી દીધા, તેઓ ફરી તકને શોધી રહ્યા છે. સરકારી નોકરી તો છોડો, આ લોકોનો અર્થ છે કે નોકરી પૂરી પાડતી ખાનગી કંપનીઓ પણ રફુચક્કરથઈ જશે. જાે ખંડણી આપશો તો બચશો, નહીં તો અપહરણ ઉદ્યોગનો કોપીરાઇટ તો તે લોકોની પાસે હશે. માટે આ લોકોથી સાવધાન રહેવું. તેમનું રાજકારણ ખોટું, કપટ અને ભ્રમ પર આધારિત છે.

Follow Me:

Related Posts