fbpx
રાષ્ટ્રીય

અંબાણી બંધુઓની ઝેડ પ્લસ સિક્યોરિટી હટાવી લેવાની માંગ સુપ્રિમે ફગાવી પૈસાદાર લોકો પોતાની સુરક્ષાનો ખર્ચ પોતે જ ઉઠાવેઃ સુપ્રિમ કોર્ટ

સરકારે આવા લોકો ઉપરના જાેખમ અને તેની સુરક્ષાની વ્યવસ્થાની સમયાંતરે સમીક્ષા કરતા રહેવું જાેઈએ, સરકારે ગરીબોની સુરક્ષાનો ખ્યાલ રાખો જાેઇએ

દેશના સૌથી શ્રીમંત ઉદ્યોગપતિ મૂકેશ અંબાણી અને એના ભાઇ અનિલ અંબાણીને સરકાર દ્વારા અપાયેલી ઝેડ પડકારતી એક અરજી સુપ્રીમ કોર્ટ ફગાવી દીધી હતી. જાે કે કોર્ટે મુંબઇ હાઇકોર્ટના એ અભિપ્રાયને બહાલ રાખ્યો હતો કે શ્રીમંતોએ પોતાની સિક્્યોરિટીનો ખર્ચ પોતે ઉપાડી લેવો જાેઇએ.
૨૦૧૩માં મનમોહન સિંઘની સરકારે અંબાણી ભાઇઓને ઝેટ પ્લસ સિક્્યોરિટી આપી ત્યારે એ ર્નિણયને મુંબઇ હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. અરજદારની દલીલ એવી હતી કે આ ભાઇઓ પોતાની સિક્્યોરિટીનો ખર્ચ પોતે ઉપાડી શકે એટલા સમૃદ્ધ છે. હાઇકોર્ટે આ અરજી ફગાવી દીધી હતી. જાે કે હાઇકોર્ટે એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે દેશના અર્થતંત્રમાં માતબર પ્રદાન કરતા આ ભાઇઓના જાનને જાેખમ હોય તો એ મુદ્દાને હળવાશથી લઇ શકાય નહીં. કોને કેટલી અને કેવી આપવી એ નક્કી કરવાનું કામ સરકાનું છે, કોર્ટનું નથી.
અંબાણી પરિવાર તરફથી કોર્ટમાં હાજર રહેલા ધારાશાસ્ત્રી મુકુલ રોહતગીએ કોર્ટને જણાવ્યું હતું કે મારા અસીલો અને તેમના પરિવાર પર જાનનું જાેખમ હોવાથી સિક્્યોરિટી લેવી પડી છે. પરંતુ આ સિક્્યોરિટીનો ખર્ચ અંબાણી પરિવાર પોતે ઉપાડે છે, પ્રજાના પૈસા આ સિક્્યોરિટી લીધી નથી. એ દલીલ સ્વીકારતાં હાઇકોર્ટે એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે જે વ્યક્તિ પોતાની સિક્્યોરિટીનો ખર્ચ આપવા તૈયાર હોય એને સરકાર આવી આપી શકે છે. જેમના જીવ પર જાેખમ છે એમને સરકાર પાસે સિક્્યોરિટી માગવાનો અધિકાર છે.
૨૦૧૩માં મનમોહન સરકારે મૂકેશ અંબાણીને ઝેટ પ્લસ સિક્્યોરિટી આપી ત્યારે એ ર્નિણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે સરકાર પાસે આ મુદ્દે જવાબ માગ્યો હતો. સુપ્રીમ કોર્ટે હતું કે આવા શ્રીમંતો પોતાના પૈસે લઇ શકે છે. આમ આદમી જ્યારે પોતાને અસુરક્ષિત માનતો હોય ત્યારે આવા શ્રીમંતોને પ્રજાના પૈસે સિક્્યોરિટી શા માટે આપવી જાેઇએ.

Follow Me:

Related Posts