fbpx
રાષ્ટ્રીય

કેશુભાઇ સમાજના દરેક વર્ગની સંભાળ રાખનારા ઉત્તમ નેતા હતાઃ મોદી

વડાપ્રધાન મોદીએ આજે કેશુભાઈ માટે ટ્‌વીટ કરતાં લખ્યું છે કે, અમારા પ્રિય અને આદરણીય કેશુભાઇનું નિધન થયું છે. મને ખૂબ દુઃખ થયું છે. તેઓ સમાજના દરેક વર્ગની સંભાળ રાખનારા એક ઉત્તમ નેતા હતા. તેમનું જીવન ગુજરાતની પ્રગતિ અને દરેક ગુજરાતીઓના સશક્તિકરણ માટે સમર્પિત હતું.
કેશુભાઇએ જનસંઘ અને ભાજપને મજબૂત કરવા ગુજરાતનીનો લાંબો પ્રવાસ કર્યો હતો. તેમણે ખેડૂત કલ્યાણના પ્રશ્નો તેમના હ્રદયની નજીક હતા. તે ધારાસભ્ય, સાંસદ, મંત્રી અથવા મુખ્યમંત્રી પદે રહી અને અનેક કાર્યો કર્યા છે, તેમણે ખાતરી કરી હતી કે ખેડૂતો સાથે અન્યાય ન થાય.
કેશુભાઈએ મારા સહિત ઘણા નાના કાર્યાકર્તાઓને માર્ગદર્શન આપ્યું છે. દરેક વ્યક્તિને તેમનો અનુકૂળ સ્વભાવ ખૂબ ગમતો. તેમનું દુનિયામાંથી જવું એ એક ન પૂરાય તેવી ખોટ છે. આજે હું દુઃખી છું. તેમના પુત્ર ભરત સાથે વાત કરી અને શોક વ્યક્ત કર્યો. ઓમ શાંતિ.

Follow Me:

Related Posts