fbpx
રાષ્ટ્રીય

બેઝોસ,અંબાણી સહિત દુનિયાના ૧૦ અમીરોની સંપત્તિમાં એક દિવસમાં ૨૬ ખરબનો ઘટાડો

દુનિયાભરના શેર બજારોમાં હાલ ભારે ઉથલપાથલ જાેવા મળી રહી છે. જેને કારણે દુનિયાના ટોપ ૧૦ અમીરોની સંપત્તિમાં મોટો ફટકો પડ્યો છે. દુનિયાના સૌથી અમીર ૧૦ ધનિકોને એક જ દિવસમાં ૩૪ અરબ ડોલર એટલે કે ૨૫.૧૬ ખરબ રૂપિયાનું નુકસાન થયું છે. તો ફોર્બ્સ રિયલ ટાઈમ બિલિયોનેર લિસ્ટમાં દુનિયાના બીજા નંબરના અમીર બિલ ગેટ્‌સ એક ક્રમ નીચે આવી ગયા છે. અને તેઓની જગ્યાએ અર્નાટ એન્ડ ફેમિલીએ લઈ લીધી છે. બિલ ગેટ્‌સ હવે ત્રીજા સ્થાને આવી ગયા છે.
આ દરમિયાન ભારતના સૌથી અમીર મુકેશ અંબાણીના નેટવર્થમાં લગભગ ૧ અરબ ડોલરનો ઘટાડો થયો છે. જણાવી દઈએ કે બુધવારે અમેરિકી શેરબજાર લગભગ ૩.૫ ટકાથી વધારેના ઘટાડા સાથે રેડ સિગ્નલ પર બંધ થયું હતું. ડાઉ જાેન્સ ૯૪૩ અંક તૂટીને ૨૬૫૧૯ પર બંધ થયો હતો. તો નેસ્કેડમાં ૪૨૬ અંકોનો ઘટાડો થયો હતો. એસએન્ડપી પણ ૧૧૯ અંક તૂટ્યો હતો. ફેસબૂકના શેરમાં પાંચ ટકાથી વધારેનો ઘટાડો થયો છે.
જણાવી દઈએ કે ફોર્બ્સના રિયલ ટાઈમ બિલિયોનેર રેંકિંગ દરરોજ પબ્લિક હોલ્ડિંગ્સમાં થનાર ઉતાર-ચઢાવ અંગે જાણકારી મળે છે. દુનિયાના અલગ અલગ ભાગોમાં શેરબજાર ખુલ્યા બાદ દર ૫ મિનિટમાં આ ઈન્ડેક્સ અપડેટ થાય છે. જે વ્યક્તિઓની સંપત્તિ કોઈ પ્રાઈવેટ કંપની સાથે સંબંધિત છે, તેઓનું નેટવર્થ દિવસમાં એક વખત અપડેટ થાય છે.
રેંકિંગ અમીર નેટવર્થ ઘટાડો
૧. જેફ બેઝોસ ૧૮૬.૩ અરબ ડોલર ૬.૭ અરબ ડોલર
૨. બર્નાર્ડ અર્નાટ એન્ડ ફેમિલી ૧૧૫.૧ અરબ ડોલર ૪.૭ અરબ ડોલર
૩. બિલ ગેટ્‌સ ૧૧૨.૭ અરબ ડોલર ૨અરબ ડોલર
૪. માર્ક ઝુકરબર્ગ ૯૮.૪ અરબ ડોલર ૫.૭ અરબ ડોલર
૫. મુકેશ અંબાણી ૮૫.૧ અરબ ડોલર ૯૦૭ મિલિયન ડોલર
૬. એલન મસ્ક ૯૦.૩ અરબ ડોલર ૩.૫ અરબ ડોલર
૭. વોરેન બફેટ ૭૬ અરબ ડોલર ૨.૨ અરબ ડોલર
૮. લેરી એલિશન ૭૩.૯ અરબ ડોલર ૧.૯ અરબ ડોલર
૯. સ્ટીવ બોલ્મર ૬૯.૭ અરબ ડોલર ૩ અરબ ડોલર

Follow Me:

Related Posts