fbpx
રાષ્ટ્રીય

કાયર પાકિસ્તાનીઓએ પાપોની ભારે કિંમત ચૂકવવી પડશેઃ રવિંદર રૈના

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં ભાજપ કાર્યકર્તાઓની હત્યા પર પાર્ટીએ આક્રોશ વ્યકત કર્યો છે. એક દિવસ બાદ કાર્યકર્તાઓના મોત પર દુઃખ વ્યકતા કરતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ રવિંદર રૈનાએ કે પાકિસ્તાને પોતાના પાપોની ભારે કિંમત ચૂકવવી પડશે. તેમણે કે એક-એકને પકડી-પકડીને મારીશું.
રૈનાએ કે તેઓ (મૃતક) બહાદુર ભાજપ કાર્યકર્તા હતા. ભારત માતા માટે તેમની શહીદી બેકાર જશે નહીં. કાયર પાકિસ્તાનીઓને પોતાના પાપોની ભારે કિંમત ચૂકવવી પડશે. એક-એક ગુનેગારોને મોતને ઘાટ ઉતારાશે.
આપને જણાવી દઇએ કે ગુરૂવારના રોજ ભાજપના ત્રણ કાર્યકર્તાઓની કાશ્મીરમાં હત્યા કરી દીધી. મૃતક કાર્યકર્તાઓની ઓળખ ફિદા હુસૈન યાતૂ, ઉમર રાશિદ બેગ અને ઉમર રમઝાન હજામ તરીકે થઇ છે. ભાજપ સિવાય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ઘટનાની આકરી નિંદા કરી છે. કાર્યકર્તાઓની હત્યાની જવાબદારી ધ રેજિસ્ટેંસ ફ્રન્ટ એ લીધી છે.

Follow Me:

Related Posts