fbpx
રાષ્ટ્રીય

નૌસેનાએ બંગાળની ખાડીમાં તૈનાત એન્ટી શીપ મિસાઇલ લોન્ચ કરી

ભારતીય નૌસેનાએ ફરી એક વખત પોતાની તાકાતનો પરચો દુનિયાને આપ્યો છે. બંગાળની ખાડીમાં તૈનાત એન્ટી શિપ મિસાઈલ કોરા પરથી નૌસેનાએ ટેસ્ટિંગ માટે એક મિસાઈલ લોન્ચ કરી હતી.જેણે ટાર્ગેટના ભુક્કા કાઢી નાંખ્યા હતા.મિસાઈલનુ નિશાન અચૂક રહ્ય્š હતુ.નેવીએ કહ્ય્š છે કે, મિસાઈલની મહત્તમ રેન્જનો ઉપયોગ કરીને નિશાન તાકવામાં આવ્યુ હતુ.
યુધ્ધ જહાજ કોરાનુ કામ જ દુશ્મન જહાજાે પર મિસાઈલ લોન્ચ કરીને તેને તબાહ કરવાનુ છે.જહાજ પર કેએચ-૩૫ નામથી ઓળખાતી એન્ટી શિપ મિસાઈલ્સ ગોઠવવામાં આવી છે.ભારત પાસે કોરા જેવા જ બીજા ત્રણ મારકણા એન્ટી શીપ જહાજ છે.જેમાં આઈએનએસ ર્કિચ, આઈએનએસ કુલિશ અને આઈએનએસ કરમુકનો સમાવેશ થાય છે.જે જહાજ પરથી મિસાઈલ લોન્ચ કરાયુ હતુ તે આઈએનએસ કોરા ૧૯૯૮થી ભારતીય નૌસેનામાં સેવા આપી રહ્ય્š છે.
આ પહેલા પણ નેવીના અન્ય એક જહાજ પરથી આ જ રીતે મિસાઈલ પરીક્ષણ કરવામાં આવ્યુ હતુ.

Follow Me:

Related Posts