fbpx
રાષ્ટ્રીય

નિયમોનું પાલન કરીશું તો જ સંક્રમણને ફેલાતો રોકી શકીશુંઃ અધનોમ WHOના ચીફ કોરોના દર્દીના સંપર્કમાં આવતા ક્વોરન્ટાઇન થયા

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ડાયરેક્ટર જનરલ ટેડ્રસ અધનોમે જણાવ્યું હતું કે કોરોનાના એક રોગીના સંપર્કમાં આવ્યા પછી હું ક્વોરન્ટાઇનમાં છું. જાે કે તેમણે એવો પણ દાવો કર્યો હતો કે મારા શરીરમાં કોરોનાના એક પણ લક્ષણ જાેવા મળ્યા નથી.
સોશ્યલ મિડિયા પર અધનોમે લખ્યું, કોવિડ ૧૯નો ભોગ બન્યો હોય એવા એક રોગીના સંપર્કમાં હું આવી ગયો હોવાની મને જાણ થતાં હું સ્વયં ક્વોરન્ટાઇનમાં આવી ગયો છું. જાે કે મારા શરીરમાં કોરોનાનું એક પણ લક્ષણ હજુ સુધી જાેવા મળ્યું નથી.
તેમણે માનવજાતને એવી હાકલ કરી હતી કે આ મહામારીના સમયમાં ડૉક્ટરોએ આપેલી સૂચના અને દિશાનિર્દેશનું પાલન કરીને સૌ સાજા સારા રહો, જેથી આ રોગચાળો કાબુમાં લઇ શકાય. કોરોનાગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવ્યા પછી ઓછામાં ઓછા ૧૪ દિવસ ક્વોરન્ટાઇનમાં રહેવાની ફરજ પડે છે. હેલ્થ કેર સિસ્ટમ પર કામનું દબાણ ઘટે એટલા માટે પણ આપણે સૌએ અગમચેતી રાખવી જરૂરી છે.
અધનોમે વધુમાં લખ્યું કે અગમચેતીનું પાલન કરીને આપણે સૌ કોવિડ ૧૯ના સંક્રમણની શૃંખલાને તોડી શકીશું. વાઇરસને અટકાવી શકીશું અને હેલ્થ કેર સિસ્ટમ પરના કામના બોજાને ઓછો કરી શકીશું. હુ્‌ં અને મારા સાથીદારો કમજાેર લોકોને સંરક્ષણ આપવા અને વધુ જાનહાનિ થતી રોકવા કટિબદ્ધ છીએ.
અત્યાર સુધીમાં સમગ્ર વિશ્વમાં સાડા ચાર કરોડથી વધુ લોકો કોરોનાની ચપેટમાં આવી ચૂક્્યા હતા અને ૧૨ લાખથી વધુ લોકો મરણ પામ્યા હતા. એકલા અમેરિકામાં એક કરોડથી વધુ લોકો ચેપગ્રસ્ત થયા હતા.

Follow Me:

Related Posts