fbpx
રાષ્ટ્રીય

એક આરટીઆઇમાં થયેલો ખુલાસો વડાપ્રધાન મોદી પ્રતિદિન પોતાના પ્રચાર પાછળ ૨ કરોડનો ખર્ચ કરે છે..!

સરકારે અખબારો, ઇલે-મીડિયા, હોર્ડિગ્સ વગેરેમાં વિજ્ઞાપનો પાછળ કરદાતાઓના રૂ.૭૧૩.૨૦ કરોડ ખર્ચી નાખ્યા, જાહેર ખબરો પાછળ પ્રતિદિન ૧.૯૫ કરોડ રૂપિયા ખર્ચાયા

નરેન્દ્ર મોદી સરકારે ગત વર્ષે પોતાના પ્રચાર પાછળ પ્રતિદિન લગભગ ૨ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. આરટીઆઇ અંતર્ગત મળેલી જાણકારી અનુસાર, મોદી સરકારે ગત નાણાંકીય વર્ષમાં ન્યૂઝ પેપર, ઈલેક્ટ્રોનિક મીડિયા અને હૉર્ડિંગ્સ વગેરેમાં જાહેર ખબરોના માધ્યમથી ટેક્સ પેયર્સના લગભગ ૭૧૩.૨૦ કરોડ રૂપિયા ખર્ચ કર્યાં છે.
મોદી સરકાર તરફથી આ રકમ ખુદના પ્રચાર પાછળ ખર્ચ કરવામાં આવી છે. મુંબઈમાં રહેતા આરટીઆઇ એક્ટિવિસ્ટ જતિન દેસાઈએ આરટીઆઇ હેઠળ આ સંદર્ભે જાણકારી માંગી હતી. આ આરટીઆઇના જવાબમાં સૂચના અને પ્રસારણ મંત્રાલયના અંતર્ગત બ્યૂરો ઑફ આઉટરિચ એન્ડ કૉમ્યુનિકેશને જણાવ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા ૨૦૧૯-૨૦ની વચ્ચે જાહેર ખબરો પર પ્રતિદિન સરેરાશ ૧.૯૫ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યાં હતા.
જણાવી દઈએ કે, ગત નાણાંકીય વર્ષ દરમિયાન જ લોકસભા ચૂંટણી સાથે જ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પણ સંપન્ન થઈ હતી. ૭૧૩ કરોડ રૂપિયામાં ઈલેક્ટ્રોનિક મીડિયા પાછળ ૩૧૭.૦૫ કરોડ રૂપિયા, પ્રિન્ટ મીડિયા પાછળ ૨૯૫.૦૫ કરોડ રૂપિયા અને આઉટડોર મીડિયા મારફતે ૧૦૧.૧૦ કરોડ રૂપિયાની જાહેરખબર ખર્ચ સામેલ હતો.
જાે કે આરટીઆઇમાં એ નથી જણાવવામાં આવ્યું કે, મોદી સરકાર તરફથી વિદેશી મીડિયામાં પ્રચાર પાછળ કેટલી રકમ ખર્ચ કરવામાં આવી. અગાઉ જૂન ૨૦૧૯માં મુંબઈમાં રહેતા અનિલ ગલગલી તરફથી દાખલ એક અન્ય ના જવાબમાં મંત્રાલયે જણાવ્યું હતું કે, તેણે પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક, આઉટડોર મીડિયા અને પ્રિન્ટ પ્રચાર પાછળ ટેક્સ પેયર્સના ૩,૭૬૭.૨૬ કરોડ રૂપિયા ખર્ચ કર્યાં હતા.
જ્યારે એક વર્ષ પહેલા મે-૨૦૧૮માં મંત્રાલય દ્વારા ગલગલીની અન્ય એક આરટીઆઇના જવાબમાં મોદી સરકાર તરફથી પ્રચાર પાછળ ખર્ચની જાણકારી સામે આવી હતી. જેમાં જણાવાયું હતું કે, મોદી સરકારે જૂન-૨૦૧૪માં ભાજપ સરકારના સત્તા સંભાળ્યા બાદથી મીડિયામાં જાહેરખબર અને પ્રચાર પાછળ ૪,૩૪૩.૨૬ કરોડ રૂપિયા ખર્ચ કર્યાં હતા.

Follow Me:

Related Posts